રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડમાં બે વીજ કર્મચારીઓ પર હુમલો કરનાર એક વેપારી પકડાયો

11:51 AM Aug 13, 2024 IST | admin
Advertisement

બીજો વેપારી સગીર વયનો હોવાથી તેને નોટિસ અપાઈ; ત્રીજા આરોપીની પોલીસ દ્વારા શોધખોળ

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડમાં એક દુકાનદાર ને ત્યાં વીજબિલની બાકી રોકાતી રકમની વસુલાત માટે ગયેલા બે વીજ કર્મચારીઓ ઉપર વેપારી બંધુઓ સહિતના ત્રણ શખ્સોએ દુકાનમાં પૂરી દઈ આડેધડ માર મારી માથામાં સોડા બોટલનો ઘા કરી માથું ફોડી નાખવા અંગે, અને ફરજમાં રૂકાવટ કરવા અંગેની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, જે ગુનામાં એક વેપારી આરોપીની અટકાયત કરી લેવાઇ છે, જયારે તેનો ભાઈ સગીર હોવાથી તેને નોટિસ અપાઇ છે. ઉપરાંત ત્રીજા આરોપીની શોધખોળ ચલાવાઈ રહી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ સુત્રાપાડાના વતની અને હાલ કાલાવડ પીજીવીસીએલમાં વિદ્યુત સહાયક તરીકે સરકારી નોકરી કરતા બચુભાઈ ગોવિંદભાઈ સોલંકી તથા તેની સાથે પીજીવીસીએલના જ એપ્રેન્ટીસ એવા રાહુલગીરી ભરતગીરી ગોસ્વામી, કે જેઓ બન્ને બાકી રોકાતા નાણાંની ઉઘરાણી કરવા માટે કાલાવડ ટાઉનમાં જ ધોરાજી રોડ ઉપર આવેલી સ્વીટ પાન નામની દુકાને ગયા હતા. કે જેના સંચાલકો નવાજ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ વગેરે દ્વારા બંને વીજ કર્મચારીઓને દુકાનમાં પૂરી દઈ ઢોર માર્યો હતો અને સોડા વોટર હુમલો કરી માથું ફોડી નાખ્યો હતો.

આ સમગ્ર મામલાને કાલાવડ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો, અને વિદ્યુત સહાયક બચુભાઈ ગોવિંદભાઈ સોલંકીએ પોતાના ઉપર તથા સાથી કર્મચારી પર હુમલો કરી ફરજમાં રૂૂકાવટ કરવા અંગે તેમજ ફરીથી બિલ ના પૈસા લેવા આવશે, તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપવા અંગે નવાજ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ટાઉન પીએસઆઇ જે.એસ.ગોવાણી પોતાની ટીમના મયુરસિંહ જાડેજા વગેરેની સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને દુકાનની અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં હુમલાની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હોવાથી તેના ફૂટેજ પણ મેળવી લીધા છે.

જ્યારે હુમલાખોર વેપારી બંધુઓ પૈકીના નવાજ બાબીને અટકાયત કરી લીધી છે. જ્યારે તેનો ભાઈ સગીર હોવાથી તેને નોટિસ અપાઇ છે, ઉપરાંત જુનેદ રાવ નામનો ત્રીજો આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ ટુકડી તેને શોધી રહી છે.

Tags :
attactgujaratgujarat newsKalavad
Advertisement
Next Article
Advertisement