રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માં અંબાના દર્શન કરી પરત ફરતાં શ્રદ્ધાળુઓની બસને અંબાજીમાં નડ્યો અકસ્માત, 4ના મોત, 25થી વધુ લોકો ઘાયલ

10:24 AM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અંબાજી-દાંતા હાઇવે પર ત્રિશુલીયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 25થી 30 લોકો ઘાયલ થયાં છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયાં છે. હજુ મૃતકઆંક વધવાની શક્યતાઓ છે. ડ્રાઇવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.

જાણવા મળતી વિગતો અનુસાર, ખેડા જિલ્લાના કઠલાલના ભક્તો માં અંબાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયાં છેઆ દૂર્ઘટનામાં 25થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી.

કઠલાલના ભક્તો દર્શન કરીને પરત ફરી રહ્યા અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. . આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડિવાઇડરની રેલિંગ પણ તૂટી ગઇ હતી. મુસાફરો અનુસાર બસનો ડ્રાઇવર નશામાં હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.

Tags :
accidentambajiAmbaji NEWSbus accidentgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement