For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુખ્યાત રજાક સાયચાના બંગલા ઉપર બુલડોઝર ફર્યુ

12:42 PM Mar 08, 2024 IST | Bhumika
કુખ્યાત રજાક સાયચાના બંગલા ઉપર બુલડોઝર ફર્યુ
  • બેડી બંદર રોડ પર સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયેદસર બંગલાનું ડિમોલિશન હાથ ધરાયું

શહેરના બેડી બંદર રોડ ઉપર સરકારી જગ્યામાં બંગલો બાંધીને જમીન હડપ કરી જનાર કુખ્યાત રજાક સાયચાના બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. અનેક ગુનામાં સંડોવાયેલો રજાક સાયચાએ સરકારી જમીન પર કબજો કરી લીધાની ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈને આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આજે એસપી પ્રેમસુખ ડેલું ઉપરાંત એલસીબી, એસઓજીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, સીટી મામલતદાર બી.આર. મકડીયા, પ્રાંત આધિકરી પી.બી. પરમાર સહિતના કાફલો બીડી વિસ્તારમાં દોડી ગયો હતો જ્યાં તંત્ર દ્વારા હિટાચી જેસીબી મારફતે ગેરકાયદે ખડકી દેવામાં આવેલા બંગલાના બાંધકામને જમીન દોસ્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી બેડી બંદર રોડ ઉપર બેડીના ઢાળીયાથી ગરીબનગર પાણાખાણ સુધીની સરકારી જમીન ઉપર બંગલા ખડકી દીધા હતા. જે મામલે હિતેષભાઇ ખુશાલભાઇ જાદવ (ઉ.વ.39 સર્કલ ઓફિસર, મામલદાર કચેરી જામનગર શહેર વિભાગ) એ આરોપી રજાક નુરમામદ સાયચા તથા હનીફ નુરમામદ સાયચા (બંન્ને રહે.બેડીના ઢાળીયા પાસે જામનગર) સામે ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓ-રજાક નુરમામદ સાયચા તથા હનીફ નુરમામદ સાયચાએ જામનગર શહેરના બેડી વિસ્તારના સરકારી ખરાબાની જમીન હડપ કરી લીધી હતી. રેવન્યુ સર્વે નં.40 પૈક ની જમીન પર આરોપીઓએ કોઈપણ જાતની કાયદેસરની માલીકી ન હોવા છતા સરકારી જમીન પર ગેર કાયદેસર રહેણાંક ઉપયોગવાળુ મકાન બનાવી તેમા પોતાના પરિવારના સભ્યો સાથે વસવાટ શરૂૂ કરી દીધો હતો.જે અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત) વિધેયક-2020ની કલમ-4(2), 4(3),5(એન) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.આ પ્રકરણ અંગે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. નોંધનિય છે કે ગત ડિસેમ્બર માસના ગાળા દરમિયાન અવૈદ્ય બાંધકામ હટાવવા તંત્રએ કમરકસી અને બેડી વિસ્તારમાં આવેલ રજાક સાયચાના સરકારી જમીન પર બનાવી દેવાયેલ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ રજાકે હાઈ કોર્ટમાં અરજી કરી થોડી રાહત મેળવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement