For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

05:41 PM Oct 17, 2024 IST | Bhumika
વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું
Advertisement

ત્રણ કરોડની 3000 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાવાઇ: લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તોળાતી કાર્યવાહી

Advertisement

કાલાવડ રોડ પર વાગુદડ ગામમાં મહંતયોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જગ્યા ઉપર આશ્રમ બનાવી અને દબાણ કરી કબજો કરવામાં આવ્યો હતો. આ આશ્રમમાંથી તાજેતરમાં જ ગાંજાના છોડવા પણ ઝડપાયા હતા. સરકારી જમીન પર કબજો જમાવતા તંત્ર દ્વારા નોટીસ ફટકારવાામં આવી હતી. નોટીસનો જવાબ નહીં આપતા રાજકોટ કલેકટરના માર્ગદર્શન અને સુચનાથી આજે ત્રણ કરોડની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલ આશ્રમના દબાણ ઉપર બુલડોઝર ફેરવી અને ખુલ્લી કરાવાઇ હતી.

રાજકોટના ભાગોળે આવેલ વાગુદડ ગામે વિવાદિત યોગી ધર્મનાથ સાધુના આશ્રમ આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ની સૂચના મુજબ લોધિકા મામલતદાર તેમજ ફાયરની અને પોલીસને બંદોબસ્ત વચ્ચે યોગી ધર્મનાથ સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું હતું. વાગુદાળ -વાજડીવડનો સર્વે નંબર 32 પર સરકારી જમીન પર આશ્રમ બનાવી લેવામાં આવ્યો હતો જે આજે તંત્ર દ્વારા 3000 ચો. મી જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી આ જમીનની બજારની અંદાજિત કિંમત 3 કરોડ રૂૂપિયા જેટલી આંકવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી કોઈ દબાણ ન કરે તે માટે જમીનને ફરતે આગામી દિવસોમાં બાઉન્ડ્રી દિવાલ બાંધવામાં આવશે

પરમહંતયોગી ધરમ નાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અનુસંધાને આગામી દિવસોમાં કલેક્ટર તંત્ર દ્વારા સાધુ સામે લેનગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં મામલતદાર દ્વારા લેનગ્રેબિંગ કમિટીને આ અંગે ભલામણ કર્યા બાદ સરકાર તરફથી ફરિયાદી બને અને મહંત સામે ફરિયાદ નોંધાય તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે. કલેકટર તંત્ર જિલ્લામાં રહેલા બે હજારથી વધુ ધાર્મિક દબાણ પર નોટીસો આપવામાં આવી છે. અને ટૂંક સમયમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે

Advertisement
Tags :
Advertisement
Advertisement