For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મવડી ગજાનંદ પાર્કમાં સરકારી જમીન પર બુલડોઝર ફર્યુ

03:30 PM Jul 11, 2024 IST | admin
મવડી ગજાનંદ પાર્કમાં સરકારી જમીન પર બુલડોઝર ફર્યુ

ભંગારના ડેલા, કેબિન, ઝૂંપડા સહિતના દબાણો હટાવાયા : 13 કરોડની જમીન ખુલ્લી કરાવતા દક્ષિણ મામલતદાર

Advertisement

રાજકોટ શહેરની ભાગોળે આવેલી કિંમતી સરકારી જમીન પર મોટાપાયે દબાણો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર પ્રભવજોશી દ્વારા કિંમતી સરકારી જમીનો પર કબ્જો કરનાર ભૂમાફિયા સામે તુટી પડવા દરેક મામલતદારને ખાસ આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે આજે દક્ષિણ મામલતદારે મવડી ગામ નજીક સરકારી જમીનમાં ભંગારના ડેલા, કેબીન, ઝુપડાના દબાણ પર બુલડોઝર ફેરવી દઈ 13 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

રાજકોટ શહેરની ભાગોળે મવડી નજીક આવેલ રેવન્યું સર્વે નં. 194 પૈકીની સરકારી જમીન ગજાનન પાર્ક પાસે આવેલ હોય જે જમીનમાં છેલ્લા ઘણા સમયથી દબાણકારોએ ભંગારના ડેલા, કેબીન અને ઝુપડા ખડકી દીધા હતાં. જેની જાણ કલેક્ટરને થતાં દક્ષિણ મામલતદારને દબાણ દૂર કરવા ખાસ સૂચના આપી હતી.

Advertisement

દક્ષિણ મામલતદાર કાકડિયા સહિતની ટીમ દ્વારા દબાણ કરતાઓને નોટીસ ફટકારી તેમની સામે કેસ ચલાવી સરકારી જમીન સ્વેચ્છાએ ખાલી કરવા આખરી નોટીસ ફટકારી હતી. આમ છતાં દબાણ કરતાઓએ સરકારી કિંમતી જમીન ખાલી ન કરતા આજે સવારે દક્ષિણ મામલતદાર અને તેમની ટીમ દ્વારા પોલીસ તેમજ પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ડિમોલીશન હાથ ધર્યુ હતું અને 1700 ચો.મી. જમીન પર દબાણો દૂર કરી 13 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement