For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઠેબા ગામના બિલ્ડરનો ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ

12:02 PM Jul 11, 2024 IST | admin
ઠેબા ગામના બિલ્ડરનો ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ

બેશુદ્ધ અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ: 8 થી 10 વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કારણભૂત

Advertisement

જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા નંદલાલભાઈ સંઘાણી નામના 43 વર્ષના બિલ્ડર યુવાને ધ્રોળ તાલુકાના સોયલ ટોલ નાકા પાસે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને હાલ તે બે અવસ્થામાં સારવાર હેઠળ છે. બિલ્ડર નંદલાલભાઈ સંઘાણી ના ભાઈ તથા અન્ય પરિવારજનો સારવાર અર્થે જામનગર લઈ આવ્યા હતા, અને પ્રાથમિક પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું, કે પોતાના કામના વ્યવસાય અર્થે અન્ય લોકો પાસેથી પૈસા વ્યાજ લીધા હતા, અને તેને અન્ય લોકો પાસેથી રકમ લેવાની પણ બાકી છે. પરંતુ લેણદારો આપતા નથી, અને આઠ થી દસ જેટલા લોકો આશરે અઢી કરોડ જેટલી રકમની પઠાણી ઉઘરાણી કરતા હોવાથી આખરે આર્થિક ભીંસ માં આવી જઈ આત્મહત્યા નો પ્રયાસ કર્યો છે. જે બનાવની જાણ થતાં ધ્રોળની પોલીસ ટુકડી જામનગર પહોંચી છે, અને સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement