રાદડિયા-નરેશ પટેલ વચ્ચે સંઘાણી બાંધશે સેતુ
બન્ને આગેવાનો વચ્ચે સમાધાન કરાવવાના આપ્યા સંકેત
રાજકોટમાં લેઉવા પટેલ સમાજના બે આગેવાનો પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદીડયા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ વચ્ચે ચાલી રહેલુ શિતયુધ્ધ શાંત કરવા લેઉવા પટેલ સમાજના જ કદાવર સહકારી નેતા દિલીપ સંઘાણીએ નિર્દેશ આપ્યો છે.
રાજકોટની મુલાકાતે આવેલા ઇફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાટીદાર સમાજનાં બન્ને જાણીતા નેતાઓ વચ્ચે સેતુ બનશે તેવા એંધાણ તેમણે સંકેત આપ્યા છે. ઇફ્કોનાં ચેરમેને પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધ શાંત પડશે અને જલદી સમાધાન થશે.
ઇફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે તેઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધને શાંત પાડશે. લેઉવા પાટીદારનાં બંને મોટા નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાની વાત પણ તેમણે કરી હતી. સંઘાણીએ કહ્યું કે, નહું બંને નેતાઓને વ્યક્તિગત રીતે સમજાવીશ. વ્યક્તિગત દખલ કરીને સમાધાનનાં પ્રયાસ કરીશ. તેમણે કહ્યું કે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા પોતાનાં સ્થાન પર સર્વોચ્ચ છે.
ઉલ્લેખનીય છે કે, 2017ની ધારાસભાની ચૂંટણીમાં નરેશ પટેલે ભાજપના નેતા જયેશ રાદડીયા વિરૂધ્ધ કામ કર્યું ત્યારથી બન્ને વચ્ચે શીતયુધ્ધ શરૂ થયું હતુન અને છેલ્લે ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ જયેશ રાદડીયાને હટાવવા પ્રયાસો કરતા વિવાદ સપાટી પર આવ્યો હતો અને બન્ને વચ્ચે ખાઇ પહોળી થઇ હતી.