For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના કાગદડી પાસે ટ્રકની ઠોકરે બાઈક સવાર જનેતાનું પુત્રની નજર સામે જ મોત

04:13 PM Jul 09, 2024 IST | Bhumika
રાજકોટના કાગદડી પાસે ટ્રકની ઠોકરે બાઈક સવાર જનેતાનું પુત્રની નજર સામે જ મોત
Advertisement

રાજકોટમાં રામવન પાસે આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા માતા પુત્ર બાઈક લઈને મિતાણા ગામે માતાજીના દર્શન કરવા જતાં હતાં ત્યારે કાગદડી પાસે ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા માતા-પુત્રને સારવારમાં ખસેડાયા હતાં. જ્યાં ગંભીર રીતે ઘવાયેલી જનેતાનું પુત્રની નજર સામે જ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રામવન પાસે આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ લાખાભાઈ ટોળીયા (ઉ.24) અને તેના માતા જશુબેન લાખાભાઈ ટોળીયા (ઉ.60) બાઈક લઈ રાજકોટથી મિતાણા જવા નીકળ્યા હતાં ત્યારે કાગદડી પાસે પહોંચતાં માતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રક ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્રને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા જશુબેન ટોળીયાની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

Advertisement

પ્રાથમિક પુછપરછમાં મૃતક જસુબેન ટોળીયાને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. જશુબેન ટોળીયા અને તેમનો પુત્ર પ્રકાશ ટોળીયા બાઈક લઈને મિતાણા ગામે માતાજીના દર્શને જતાં હતાં ત્યારે જશુબેન ટોળીયાને કાળ ખેંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે કાનૂની તપાસનો દૌર લંબાવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement