For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાશિવરાત્રીના મેળામાં ઇમરજન્સી માટે મળશે બાઇક એમ્બ્યુલન્સ

12:13 PM Feb 24, 2024 IST | Bhumika
મહાશિવરાત્રીના મેળામાં ઇમરજન્સી માટે મળશે બાઇક એમ્બ્યુલન્સ
  • ટ્રાફિક વ્યવસ્થા જાળવા ડ્રોન નિરીક્ષણ કરાશે: મેળાની ગરિમાને અનુરૂપ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું વહીવટીતંત્ર દ્વારા આયોજન

પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના મેળાના સુચારું આયોજન માટે અને ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

Advertisement

કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, મુક્તાનંદ બાપુ હરીગીરીજી બાપુ, શેરનાથ બાપુ, મહેશગીરી બાપુ, સહિતના ગણમાન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સાથે સાધુ સંતો, ઉતારા મંડળના પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા.
કલેકટર રાણાવસીયા એ જણાવ્યું કે, જૂનાગઢની પવિત્ર ધરતી પર સાધુ સંતોના આશીર્વાદ મેળવવા માટે આસ્થાભેર લાખો શ્રદ્ધાળુ મહાશિવરાત્રીના મેળામાં ભાવપૂર્વક પધારે છે. ત્યારે તેમને જરૂૂરી સુવિધાઓ મળી રહે તે તંત્રની જવાબદારી છે. તેના ભાગરૂૂપે મેળાના રૂૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેળા દરમિયાન સફાઈ, પાણી, વીજળી શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધા માટે જરૂૂરી આયોજનો કરવામાં આવ્યું છે.
ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત પાર્કિંગ માટે બે નવા સ્થળો પણ આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે. ભવનાથ પહોંચવાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે એસ.ટી બસના રૂટને સર્ક્યુલર વે માં ગોઠવવામાં આવ્યો છે.

આ મેળામાં આરોગ્યની સુવિધામાં વધારો કરતાં ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને હેલ્થ સેવાઓ મળી રહે તે માટે બાઈક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આ માટે ફાયર અને હેલ્થની ટીમ વચ્ચે જરૂૂરી સંકલન કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉતારા મંડળ નજીક હેલ્થ સુવિધા રાખવાની સાથે આરોગ્ય માટે જરૂરી દવાઓની કીટ આપવાનું પણ આયોજન કરાયું છે.

Advertisement

ઉપરાંત મેળાની ગરિમાને અનુરૂૂપ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, તેમ કલેક્ટરએ જણાવ્યું હતું. મુક્તાનંદ બાપુએ ભાવિકોને પીવાના પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે વરસાદી પાણીના સંગ્રહના ટાંકા બનાવવા માટે પહેલ કરી હતી. તેમણે સુમેળ સાથે પરિવર્તનનો સ્વીકાર કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું. હરિગીરીબાપુએ સૌએ કર્તવ્યનું નિર્વાહન સાથે મહાશિવરાત્રીની મેળાની આધ્યાત્મિક ગરિમા વધારવા જણાવ્યું હતું. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સાધુ સંતો તંત્રની સાથે છે દર વખતની જેમ આ વર્ષે પણ સુંદર મેળો યોજાશે. મહેશગીરી બાપુએ પણ મેળામાં આવતા ભાવિકોને સાધુ સંતોના રવેડીમાં દર્શન થઈ શકે તે માટે જરૂૂરી સૂચનો કર્યા હતા.

મનપાએ 90 પ્લોટની ફાળવણી કરી શરૂ

મહાશિવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જુનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રિના મેળા માટે સ્થાનિક તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગર પાલિકા દ્વારા કોમર્શિયલ પ્લોટની હરાજી ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, ભવનાથ વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા કુલ 90 પ્લોટની હરાજી ફાળવણી કરાશે, જેમાં 30 પ્લોટ સરકારી વિભાગોને અને 60 પ્લોટ કોમર્શિયલ હેતું માટે ફાળવણી કરાશે. મેળા દરમિયાન ચકડોળ, ખાણી-પીણી, ચીજ-વસ્તુઓ માટે પ્લોટની ફાળવણી પ્રક્રિયા શરૂ કરાઈ છે. દર વર્ષે આ મહાનગર પાલિકાને પ્લોટ ફાળવણીમાંથી અંદાજે 13 થી 14 લાખ રૂપિયાની આવક થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement