For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.

05:12 PM Feb 24, 2025 IST | Bhumika
લવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત  ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ

કંકોતરી, ગોરઅદાના આધાર અને ક્ધયાદાનના ફોટાના બદલે કોર્ટ સર્ટિ. માન્ય ગણાશે

Advertisement

સરકાર દ્વારા અનેક કામો માટે રજૂ કરવામાં આવતા ડોક્યુમેન્ટમાં પતિ-પત્નીના સંયુક્ત કામગીરીના ભાગરૂપે અલગ અલગ ડોક્યુમેન્ટની સાથો સાથ મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેના લીધે લગ્ન કરનાર દંપતિ લગ્ન બાદ તુરંત મેરેજ સર્ટી માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ખાતે દોડી જાય છે. પરંતુ કોર્ટ મેરેજ કરેલા હોય અને લગ્ન નોંધણી સર્ટિ જોઈતુ હોય ત્યારે સપ્તપદિના ફેરા ફરવા ફરજિયાત છે તેવું લોકો માનતા હતા જેના લીધે અનેક કોર્ટ મેરેજ કરેલા યુગલોએ આ બાબતે પુછપરછ કરેલ અને હેરાન થતાં હતાં જેથી આરોગ્ય વિભાગે આજે આ મુદ્દે વિગત આપી જણાવેલ કે, કોર્ટ મેરેજ કરેલા તમામ યુગલો હવે ફેરા ફર્યા વગર જ મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશે જેના માટે અમુક નિયમોની અમલવારી ફરજિયાત કરવાની રહેશે.

સમાજના અનેક યુગલો કોર્ટ મેરેજ કરી પોતાનો જીવન સંસાર શરૂ કરતા હોય છે. તેવી જ રીતે માતા-પિતાની સંમતિ વગર લગ્ન કરવાના થાય ત્યારે કોર્ટમાં લગ્ન કરી તેનું સર્ટી મેળવતા હોય છે. જે સરકાર દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા પણ માન્ય રાખવામાં આવે છે. પરંતુ અમુક સરકારી નિયમોમાં મેરેજ સર્ટી ફરજિયાત રજૂ કરવાનું હોવાથી લવમેરેજ અને કોર્ટ મેરેજ કરનાર યુગલોએ ફરજિયાત સપ્તપદિના ફેરા ફરવા પડે છે. અનેક કોર્ટ મેરેજ કરેલા યુગલો સમુહ લગ્ન અથવા ગાંધર્વ વિવાહ કરી મેરેજ સર્ટિ માટે અરજી કરતા હોય છે.

Advertisement

જેના લીધે આ પ્રકારના યુગલો દ્વારા મનપાના લગ્ન નોંધણી વિભાગમાં આ બાબતે પુછપરછ કરવામાં આવતી હતી. અને આ યુગલો હેરાન થતાં હતાં. તેથી આરોગ્ય વિભાગ દ્વારા હવે લગ્ન નોંધણી સર્ટી માટે કોર્ટનું સર્ટી માન્ય રહેશે તેમ જણાવ્યું છે અને સાથો સાથ લગ્ન નોંધણી સર્ટી માટે રજૂ કરવાના થતાં વર ક્ધયા તેમજ તેમના પરિવાર સહિતના પુરાવાઓ ફરજિયાત રજૂ કરવાના રહેશે તેમજ કોર્ટ મેરેજ વખતે યુગલે રજૂ કરેલ ફુલહાર સાથેનો ફોટો ફરજિયાત રજૂ કરવાનો રહેશે જ્યારે ગોરઅદાના ડોક્યુમેન્ટ, લગ્ન કંકોત્રી તેમજ લગ્નના ફોટાઓમાંથી મુક્તિ મળશે અને આ તમામ પુરાવાઓ રજૂ કર્યા બાદ કોર્ટમાં લગ્ન કરનાર કોઈપણ યુગલ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી મેરેજ સર્ટી નિયત કરેલ ફી ભરી મેળવી શકશે તેમ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement