For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ૮૬ કેદીઓ જેલમાંથી થશે મુક્ત

05:37 PM Aug 14, 2024 IST | Bhumika
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારનો મોટો નિર્ણય  ૮૬ કેદીઓ જેલમાંથી થશે મુક્ત
Advertisement

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે ૮૬ કેદીઓને માફી આપી જેલમુક્ત કરવાનો આદેશ કર્યો છે. સજા ભોગવી રહેલા કેદીઓ પૈકી ઉંમરલાયક અને પાત્રતા ધરાવતા કેદીઓને જેલ મુક્ત કરવામાં આવશે. જેલમાં વ્યવહાર અને વર્તણૂક સારી હોય તેવા પાત્રતા ધરાવતા કેદીઓને પરિવાર સાથે જીવન જીવવાની નવી તક આપવામાં આવી. છેલ્લા બે વર્ષમાં 351 કેદીઓને રાજ્ય માફીનો લાભ આપી જેલ મુક્ત કરવામાં આવ્યા છે.

સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા દાખવવામાં આવેલા આ માનવીય અભિગમ થકી સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ વધુ ૮૬ કેદીઓ જેલમુક્ત કરવામાં આવશે.

Advertisement

અગાઉ વર્ષ ૨૦૨૩માં ૧૦૩ કેદીઓ અને વર્ષ ૨૦૨૪માં ૨૪૮ કેદીઓને રાજ્ય સરકારે માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. જે પૈકી હાલ ૮૬ કેદીઓ કેદ મુકત કરાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement