For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તબીબોના હિત માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સ્ટાઇપેન્ડમાં કરાયો આટલાં રૂપિયાનો વધારો

06:36 PM Aug 31, 2024 IST | Bhumika
તબીબોના હિત માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય  સ્ટાઇપેન્ડમાં કરાયો આટલાં રૂપિયાનો વધારો
Advertisement

રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડન્ટ્સ તબીબોનાં હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે.

આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840, ડેન્ટલમાં રૂ. 20,160, ફિઝિયોથેરાપીમાં રૂ. 13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ.15,120 સ્ટાઇપેન્ડ મળશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ 01/04/2024ની અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.

Advertisement

રાજ્યની સરકારી મેડિકલ કૉલેજના મેડીકલ, ડેન્ટલ, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે.

રાજ્યની 6 સરકારી અને 13 GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement