રાજકોટના તરઘડિયાની 7 મહિનાની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરાથી મોત
રાજકોટ સહિત ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસથી બાળ દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. ચાંદીપુરા વાયરસનો કહેર અટકવાનું નામ લેતો નથી ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ તરઘડિયાની સાત મહિનાની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયું છે. ગઈકાલે જ સારવારમાં આવેલી બાળકીનો રિપોર્ટ આવે તે પૂર્વે જ તેને દમ તોડી દીધો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હજુ પણ કુલ 12 દર્દીઓ દાખલ છે. જેમાં ત્રણના રિપોર્ટ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે.
ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર પણ એલર્ટ છે. છતાં પણ આ વાયરસના કારણે બાળ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈનેતંત્ર સતર્ક થયું છે. ત્યારે વધુ એક બાળ દર્દીનું ચાંદીપુરાથી મોત થયાનું જાણવા મળ્યું છે. રાજકોટના તરઘડિયા ગામથી સારવારમાં આવેલ સાત મહિનાની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવે તે પૂર્વે મોત થયું હતું. જ્યારે ગઈકાલે રાત્રે વધુ એક બાળક સારવારમાં દાખલ થયું છે.
મુળ દાહોદના વતની આદીવાસી પરિવારનો ચાર વર્ષનો બાળક અમરેલીના બામણિયા ગામેથી સારવાર માટે દાખલ થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ 12 દર્દીઓ દાખલ છે. જેમાં ત્રણના રિપોર્ટ પોઝીટીવ જ્યારે ચારનારિપોર્ટ નેગેટીવ આવ્યા છે. અને પાંચના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 65એ પહોંચ્યો છે અને હજુ પણ ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના 150 જેટલા કેસો નોંધાયા છે.