રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

6 દિવસની બાળકીએ 4 લોકોને આપ્યું નવજીવન

04:13 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુરત શહેરમાં માત્ર 6 દિવસના બાળકના 5 અંગોનું દાન કરવામાં આવ્યું છે. 6 દિવસના બાળકના લીવર, બંને કીડની અને બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. બાળકના અંગદાનથી 4 લોકોને જીવન મળ્યું છે.
દેશનો આ ત્રીજો કિસ્સો છે જેમાં નાના બાળકનું અંગદાન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામના વતની અને હાલમાં સુરતના વેલંજા સ્થિત સુખશાંતિ સોસાયટીમાં મયુરભાઈ ઠુંમર પરિવાર સાથે રહે છે અને તેઓ પ્લંબિંગનું મજુરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગત તા. 23/09/2024 સોમવારના રાત્રે 8:24 વાગ્યે મયુરભાઈની પત્ની મનિષાબેને નોર્મલ ડિલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો જ્યાંથી બાળકીને સારવાર અર્થે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પીટલમાં ગઈંઈઞ વિભાગમાં ખસેડવામાં આવી હતી. આ દરમ્યાન તા. 27/09/2024નાં રોજ તબીબોએ બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી.

બાળકના અંગદાન માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાના નો સંપર્ક કરી, ડાયમંડ હોસ્પિટલ માંથી સોટોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર - નાણાવટી હોસ્પિટલ, મુંબઈ અને બન્ને કિડની- ઈંઊંઉછઈ, અમદાવાદ, બંને ચક્ષુ- લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું.

પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે, આ 18મુ અંગદાન સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. વિશેષમાં વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે ઠુંમર પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દુર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના મોભી તથા યુવાનો સામેલ થયા હતા.

અગાઉ 100 કલાકના બાળકનું અંગદાન અને 120 કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશના માધ્યમથી થયું હતું.

Tags :
gujaratgujarat newsorgan donationsuratsurat news
Advertisement
Next Article
Advertisement