For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતાએ સ્કૂલમાં ભણવા જવા મુદ્દે ઠપકો આપતા ધો.5ના છાત્રનો ઝેર પી આપઘાત

12:04 PM Mar 09, 2024 IST | Bhumika
પિતાએ સ્કૂલમાં ભણવા જવા મુદ્દે ઠપકો આપતા ધો 5ના છાત્રનો ઝેર પી આપઘાત
  • પડધરીના થોરિયાળી ગામની ઘટના : સગીરે રાજકોટ સારવારમાં દમ તોડતા શ્રમિક પરિવારમાં કલ્પાંત

પડધરીના થોરીયાળી ગામે ખેત મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારના ધો.5માં અભ્યાસ કરતા પુત્રને પિતાએ સ્કૂલમાં ભણવા જવા મુદ્દે ઠપકો આપ્યો હતો પિતાના ઠપકાથી માઠું લાગી આવતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું પુત્રના આપઘાતથી શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના થોરીયાળી ગામે રહેતા જીતુભાઈની વાડીએ ખેત મજુરી આવેલા પરિવારનો અનિલ મગનભાઈ ગાડરીયા નામનો 15 વર્ષનો સગીર ચાર દિવસ પૂર્વે સાંજના છએક વાગ્યાના અરસામાં વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સગીરનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજતા શ્રમિક પરિવાર અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં અમૃતક અનિલ ગાડરીયાનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને અનિલ ગાડરીયા ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો અને ધો.5માં અભ્યાસ કરતો હતો અનિલ ગાડરીયાને તેના પિતા મગનભાઈ ગાડરીયાએ સ્કૂલે જવા મુદ્દે ઠપકો આપતા ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement