રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરના પીપરલા ગામે તલવારના ઘા મારી આધેડની હત્યા કરતા પિતા-પુત્ર

12:37 PM Jul 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાવનગર જિલ્લાના પીપરલા ગામમાં રહેતા આધેડ પર તેના કૌટુંબિક ભાઈ અને ભત્રીજાએ તલવારના આડેધડ ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી છે.

ખુનના આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરલા ગામમાં રહેતા વેલજીભાઈ વશરામભાઈ બારૈયા ઉ. વ. 55. દૂધ ભરીને તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પીપરલા ટાણા રોડ પર સ્કૂલ પાસે તેમના કૌટુંબિક ભત્રીજા મેહુલ નાનુભાઈ બારૈયા અને તેના પિતા નાનુભાઈ બારૈયાએ અગાઉના ઝઘડાની અદાવત રાખી ઝઘડો કર્યો હતો અને અને મેહુલ બારૈયાએ તલવાર વડે હુમલો કરી માથામાં આડેધડ તલવારના ઘા મારતા વેલજીભાઈને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી.

આરોપી નાનુભાઈ બારૈયાએ પણ વેલજીભાઈને ઇજાઓ પહોંચાડતા આ બનાવના પગલે ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વેલજીભાઈ બારૈયાને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઘોઘા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. આ બનાવ અંગે ઘોઘા પોલીસે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement