રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાના મહિકામાં 4 વર્ષના બાળકને ડાઘિયા કૂતરાએ બચકાં ભરી લેતા ગંભીર

06:22 PM Feb 02, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે આજે વાડી વિસ્તારમાં ડાઘિયા કૂતરાએ 4 વર્ષના બાળકને માથામાં બચકા ભરી લેતા તેને પ્રાથમિક સારવાર ગોંડલ અપાયા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના મહિકા ગામે વિમલભાઇની વાડીએ રહી મજુરી કામ કરતા આદિવાસી પરીવારનાં શેનુ ગટ્ટરસિંહ દેવકા નામનો 4 વર્ષના બાળક રમતો હતો ત્યારે ડાઘિયા કુતરાએ માથામાં બચકાં ભરી લેતા તેમને લોહી લુહાણ હાલતમાં ગોંડલના દવાખાને ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે અહીંની વિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

Advertisement

તબીબોનાં કહેવાનુસાર બાળકને માથામાં ગંભીર ઇજાની સારવાર અપાઇ રહી છે. તેમજ બાળકના વાલીઓ મધ્યપ્રદેશ બાજુના અને ખેતિકામની મજુરી સાથે જોડાયેલા છે. હોસ્પિટલના પોલીસ ચોકી સુત્રોની જાણ પરથી ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.

Tags :
dog attackgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement