ઘંટેશ્ર્વર 25 વારીયાના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
હદય રોગના હુમલો હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં ઘંટેશ્વર 25 વરિયામાં રહેતા યુવાનનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્વર 25 વરિયામાં રહેતા મંગલ સુનિલભાઈ વઢવાણીયા નામનો 38 વર્ષનો યુવાન બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ત્રણ ભાઈમાં મોટો અને અને શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અને તેને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડતા તેણે ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. પરંતુ તબિયતમાં સુધારો નહિ આવતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ જીવ બચ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.