ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

15 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યુ

06:18 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

આજના સોશિયલ મીડીયાના યુગને કારણે સોશિયલ મીડીયા થકી સગીર, કુમળી વયની તરૂણીને પ્રેમજાળમાં ફસાવવાનું વ્યવસ્થીત કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે ખોખળદળ નદીના કાંઠે શાંતિનગરમાં રહેતી 15 વર્ષની તરૂણીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી યુવાને ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખોખળદળ નદીના કાંઠે શાંતિનગર મફતીયાપરામાં રહેતી મહીલાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ પાસે રહેતા સોમુ ઉર્ફે બાબુ દીપકભાઇ સોલંકી (ઉ.20)નું નામ આપ્યું છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી મહીલાની 15 વર્ષની સગીર પુત્રીને આરોપીએ સોશિયલ મીડીયા થકી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ કરી લઇ જઇ જુદા જુદા સ્થળે ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યુ હતું.

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની આજીડેમ પોલીસ મથકમાં ગુમ થયાની જાહેરાત થયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં સગીરાને શોધી કાઢી તેનું મેડીકલ કરાવ્યા બાદ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ અંગે આજીડેમ પોલીસે ગઇકાલે મોડીરાત્રે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે. બનાવની તપાસ આજીડેમ પી.આઇ. એમ.એસ. ચાવડા સહીતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Tags :
criem newscrimegujaratgujarat newsrajkotrajkot newsraped
Advertisement
Next Article
Advertisement