રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની રન-વે પાસેની 15 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડી

11:36 AM Aug 29, 2024 IST | admin
Advertisement

પહેલા વરસાદમાં કેનોપી અને હવે દીવાલ ધરાશાયી થયા બાંધકામની ગુણવત્તા સામે સવાલો

Advertisement

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક વર્ષમાં જ વિવાદમાં આવી ગયું છે. પ્રથમ વરસાદે એરપોર્ટની કેનોપી તૂટી પડ્યા બાદ હવે ગઈ કાલે પડેલા વરસાદના કારણે દીવાલ ધસી પડી છે. આ ઘટના બનતાં એરપોર્ટ ઓથોરિટી સામે સવાલો ઉઠવા લાગ્યા છે.એટલું જ નહીં, વરસાદને કારણે એરપોર્ટની જે દીવાલ તૂટી પડી છે, તે દીવાલ રન-વેથી ખૂબ જ નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચિંતા જનક છે.

એરપોર્ટની 15 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડતાં ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહી છે ઉલ્લેખની છે કે આ અગાઉ રાજકોટમાં પ્રથમ રાઉન્ડમાં પડેલા વરસાદ સમયે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની કેનોપી તૂટી પડી હતી જોકે આ કેનોપી હંગામી એરપોર્ટમાં હોવાનું જણાવી વાત દબાવી દેવામાં આવી હતી પરંતુ હવે 15 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી થઈ જતા એરપોર્ટ ઓથોરિટી સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટની ભાગોળે હિરાસર ખાતે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂૂ કરવામાં આવ્યું ત્યારથી જ વિવાદો શરૂૂ થયા છે. ઉતાવળે એરપોર્ટનું ઉદઘાટન કરી નાખવામાં આવ્યાના આક્ષેપો વચ્ચે હજુ સુધી એરપોર્ટમાં ઇન્ટરનેશનલ તો ઠીક પણ ડોમેસ્ટિક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ નથી ત્યાં એરપોર્ટના એક પછી એક કામો તૂટી પડવાથી એરપોર્ટ દિવસે દિવસે નવા વિવાદો તરફ ઢસડાઈ રહ્યું છે.

Tags :
15 feet high wall near the runwaygujaratgujarat newsInternational Airport collapsedrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement