તળાજાના રોયલ ગામેથી 13 વર્ષની બાળા ત્રણ દિવસથી ગુમ, અજુગતું બન્યાની આશંકા
- પતિને તરછોડી મુસ્લિમ શખ્સ સામે ઘર માંડનાર યુવતીની બાળકી ગુમ થતા અનેક તર્કવિતર્ક, પોલિસે તપાસ હાથ ધરી
ભાવનગર જીલ્લાના તળાજાના રોયલ ગામેથી એક તેર વર્ષની બાળા ગુમ થયાને આજે ત્રણ દિવસ થયા છે. ગઈકાલે પોલીસ મથકે બાળાની માતાએ આવીને પોતાની દીકરી ગુમ થયાની જાહેરાત કરી હતી. બાળાની સાથે કશુંક અજુગતું બન્યાની આશંકા સેવાઇ રહી છે. તળાજા પોલીસ દ્વારા બાળાના પરિવાર જનોને મળી તપાસ શરૂ કરી છે.
પોલીસ, રોયલ ગામના રહીશો અને લાપતા બાળાના પરિવાર પાસેથી મળતી વિગતો મુજબ રોયલ ગામે આશરે ચારેક વર્ષ પહેલા એક દંપતિ બાળકો સાથે રહેવા આવ્યું હતું. જેમાં મહિલા છે તે ગુજરાતી છે અને હિન્દૂ છે. યુવક છે તે મુસ્લિમ છે અને એમ.પી.નો મૂળ રહેવાસી છે.મહિલા લગ્નના ફેરાફરી લગ્નગ્રંથી થી કાયદેસર રીતે જોડાયેલા પતિને તરછોડી એમ.પીમાં રહેતા હતા તે સમયે મુસ્લિમ યુવકનું બાળકો સાથે ઘર માંડ્યું હતુ. અહીં તળાજાના રોયલ ગામે રહેવા આવ્યા હતા.અહીં આવીને મહિલા મજૂરી કામે વાડીઓમાં જાય છે. મુસ્લિમ યુવક અલંગ ખાતે મજૂરી કામે જાય છે. સતરેક વર્ષનો મહિલાનો એક દીકરો પણ હોટલમાં છૂટક મજૂરી કરે છે.
આવો ઇતિહાસ ધરાવતી મહિલાની બાળકી ગત.તા.9 ને સાંજે 5.30 કલાકે ઘરેથી ગામમાં ગઈ હતી. બાદ મોડી સાંજ સુધી ઘરે ન આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવીરહી છે. જે આજ સુધી મળી નથી. થોડા દિવસ પહેલા બોટાદ ખાતે રહેતા બાળકીના પિતા તેને આવીને લઈ ગયા હતા.તે વાતની તેની માતાને ખબર પડતાં ફરીને કબ્જો લઈ રોયલ ગામે લઈ આવેલ. પોલીસે એ દિશામાં તપાસ કરતા બાળકી ત્યાં નથી.
ગામના લોકો આ પરિવારથી વાકેફ છે.કે સમગ્ર પરિવાર મજૂરી કામે જાય છે. સગીરા એકલી હોય છે.બજારમાં પણ એકલી અથવા તો પોતાની ઉંમરના બાળકો સાથે રમતી જોવા મળતી હતી.દિવસ દરમિયાન બે ત્રણ વખત આસપાસની દુકાનોમા ભાગ લેવા જતી હતી.
બાળકીની માતાએ પરપ્રાંતીય યુવતીઓ લાવીને અહીં પરણાવી પણ છે.તેવું પણ ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યું છે.આમ વિવાદાસ્પદ ઝીંદગી જીવતી મહિલાની સગીર દીકરી લાપતા થયાને ત્રણ ત્રણ દિવસ થયા છે ને હજુ સુધી કોઈ ભાળ ન મળતા ગંભીરતા દાખવી ને પોલીસ તપાસ કરે તેવું સાંભળવા મળી રહ્યું છે.