For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કિશોરીના પેટમાંથી 10 ઇંચ લાંબો વાળનો ગુચ્છો નીકળ્યો, અમદાવાદ સિવિલ હોસ્પિ.માં ઓપરેશન

03:44 PM Sep 14, 2024 IST | admin
કિશોરીના પેટમાંથી 10 ઇંચ લાંબો વાળનો ગુચ્છો નીકળ્યો  અમદાવાદ સિવિલ હોસ્પિ માં ઓપરેશન

પોતાના જ વાળ ખાવાની બીમારીએ જીવ જોખમમાં મૂકયો

Advertisement

અમદાવાદ સોલા સિવિલમાં 13 વર્ષીય કિશોરીનો એક વિચિત્ર બીમારીનો કેસ સામે આવ્યો છે. તબીબોની ટીમે રાજસ્થાનની 13 વર્ષીય કિશોરીના પેટમાંથી 10 ઈંચ લાંબો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. આ વાળનો ગુચ્છો જોઇને એક સમયે તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લેપ્રોસ્કોપી મશીનથી જટિલ સર્જરી કરીને તબીબોએ આ કિશોરીને નવજીવન આપ્યું હતું.

રાજસ્થાનના ડુંગરપુરથી એક 13 વર્ષીય કિશોરીને પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદ હતી, તેને લઈને અમદાવાદ સોલા સિવિલ લાવવામાં આવી હતી. જોકે અહીં તબીબોએ તેની તપાસ કરતાં તેને ટ્રાયકોબેઝોર નામની તકલીફ હોવાનું જાણાવ્યું હતું. આ બીમારીને રેપન્ઝલ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિશોરીના પેટમાં જે ટ્રાયકોબેઝોર હતું, એ બનવાની શરૂૂઆત લગભગ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી થઈ હોવાનું તબીબોનું કહેવું છે. ખાસ કરીને નાનાં બાળકો અને 10થી 15 વર્ષની કિશોરીઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.

Advertisement

સોલા સિવિલ હોસ્પિટલ અને ૠખઊછજ મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. હેમાંગ પંચાલે ટ્રાયકોબેઝોર અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટ્રાયકોબેઝોર એટલે કે પેટમાં વાળનો ગુચ્છો. મુખ્યત્વે આ બીમારી છોકરીઓમાં વધુપડતી જોવા મળે છે. આ બીમારીમાં છોકરીઓ પોતાના જ વાળ ખાઈ જતી હોય છે. વાળમાં રહેલું કેરેટિંગ મનુષ્ય માટે પચાવવું શક્ય હોતું નથી, જેને કારણે એનો ગુચ્છો બની જાય છે અને આંતરડા સુધી તેની પૂંછડી લંબાઇ છે, તેથી એને રેપન્ઝલ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિશોરીના પેટમાં જે 10 ઈંચ જેટલો લાંબો વાળનો ગુચ્છો હતો એ તેના જઠરની સમકક્ષ સાઈઝનો હતો.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત આ પ્રકારની જટિલ સર્જરી લેપ્રોસ્કોપી એચડી વીડિયો મશીનથી કરવામાં આવી હતી, જેમાં ફક્ત કિશોરીના પેટમાં ત્રણ કાણાં પાડીને લેપ્રોસ્કોપી મશીન પેટની અંદર પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેના પેટમાંથી વાળનો ગુચ્છો બહાર કાઢવા માટે એક ચીરો લગાવવામાં આવ્યો હતો એટલે કે ફક્ત 5થી 6 ટકામાં જ તેનું સંપૂર્ણ ઓપરેશન સફળ રહ્યું હતું. કિશોરીને હવે કોઈ ઇન્ફેક્શનનો ખતરો પણ રહ્યો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement