For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર-અમદાવાદમાંથી 93 લાખનું ભેળસેળિયુ ઘી ઝડપાયું

11:55 AM Dec 09, 2023 IST | Sejal barot
જામનગર અમદાવાદમાંથી 93 લાખનું ભેળસેળિયુ ઘી ઝડપાયું

જામનગર અને અમદાવાદમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની તપાસ દરમ્યાન શંકાસ્પદ ફેક્ટરીમાંથી ભેળસેળ યુક્ત ઘીના 10 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી રૂૂપિયા 93 લાખની કિંમતનો કુલ 13 હજાર આઠસો કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર કોશિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર ટીમ દ્વારા બાતમીના આધારે જામનગરના એક ખાનગી મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. આ ઘરમાં ચિરાગભાઈ હરિયાની વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન આ ઘરમાં શંકાસ્પદ ઘીનો પેક તથા લુઝમાં જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના ત્રણ નમુનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો આશરે રૂા. 2.65 લાખની કિંમતનો 530 કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ ખાતે પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં બાકરોલના મે. સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરતા પેઢીના માલિક અંકીતભાઈ બારોટની હાજરીમાં જ શંકાસ્પદ પરીધમ પ્રીમીયમ ઘીથ અને પવચનામૃતથ એવી અલગ-અલગ બ્રાંડના ત્રણ નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો પણ નમૂનો લેવામાં આવ્યો હતો. બીજા કિસ્સામાં દસક્રોઈ તાલુકાના ધામતવણ ખાતે મે. હર્ષ ડેરી ફૂડ પ્રોડક્ટ્સ પ્રા. લી. ખાતે પેઢીના માલિક ભરતભાઈ પટેલની હાજરીમાં શંકાસ્પદ પગોપી શ્રીથ બ્રાંડના ઘીના બે નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો નમુનો લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્રણ રેડમાં કુલ 10 નમુનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થોનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement