યોગરાજનગરમાં 90 વર્ષના વૃધ્ધાનો અગ્નિસ્નાન કરી આપઘાત
03:39 PM Mar 19, 2025 IST
|
Bhumika
Advertisement
દોઢસો ફુટ રીંગરોડ અયોધ્યા ચોક પાસે યોગરાજનગરમાં રહેતા 90 વર્ષના વૃધ્ધાએ બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. આ મામલે યુનિ. પોલીસે કાગળો કર્યા હતા.
Advertisement
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, યોગરાજનગરમાં રહેતા કુંવરબેન ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.90) નામના વૃધ્ધાએ બિમારીથી કંટાળી પોતાના ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેઓ આખા શરીરે દાઝયા હતા ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પીટલે ખેસડયા તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું.
કુંવરબેનના પતિ હયાત નથી તેમને સંતાનમાં બે પુત્ર બે પુત્રી છે. તેમના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ મામલે પીએસઆઇ ડી.બી. કારેથા તપાસ ચલાવી રહ્યા છે.
Next Article
Advertisement