For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લામાં ધણી-ધોરી વગરની 90થી 95 મિલકતો

03:46 PM Nov 18, 2025 IST | admin
રાજકોટ જિલ્લામાં ધણી ધોરી વગરની 90થી 95 મિલકતો

રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 90 થી 95 જેટલી બિનવારસી (ખાલી પડેલી) સંપત્તિઓ ખાલી પડી હોવાનો રિપોર્ટ જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના પગલે હવે આ મામલે કેન્દ્ર સરકાર તરફથી ગતિવિધિ શરૂૂ થઈ છે.

Advertisement

રાજકોટ જિલ્લા કલેક્ટરના રિપોર્ટ બાદ મુંબઈ ખાતેથી કેન્દ્રના એક અધિકારીની ટીમ આજે રાજકોટ ખાતે આવી પહોંચી છે. આ ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી આ તમામ ખાલી પડેલી બિનવારસી મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

આ બિનવારસી મિલકતોમાં એવી સંપત્તિઓનો સમાવેશ થાય છે, જેના કોઈ વારસદાર ન હોય અથવા તો અન્ય કારણોસર તે લાંબા સમયથી ખાલી પડી હોય.મુંબઈથી આવેલી ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં મિલકતનો સર્વે હાથ ધર્યા બાદ તેઓ ફરી મુંબઈ પરત ફરશે અને ત્યારબાદ આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે. આ સર્વે પૂર્ણ થયા બાદ જ આશરે 90 થી 95 જેટલી આ મિલકતોના હરાજી કરવામાં આવશે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement