For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેશન કાર્ડધારકો માટે ફેબ્રુઆરીમાં તુવેરદાળની 90 ટકા ફાળવણી કરાશે

04:08 PM Feb 05, 2025 IST | Bhumika
રેશન કાર્ડધારકો માટે ફેબ્રુઆરીમાં તુવેરદાળની 90 ટકા ફાળવણી કરાશે

રાજ્ય સરકાર ફેબ્રુઆરી માસ માટે રેશનકાર્ડ ધારકોને 50% દાળની ફાળવણી કરવામાં આવેલી હતી જેનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે આ પ્રકારની ફાળવણીથી અડધા લાભાર્થીઓને તુવેરદાળથી વંચિત રહેવું પડે અને રાજ્ય સરકારનો આ પદ્ધતિવેપારી તથા ગ્રાહકો વચ્ચે ઘર્ષણ પેદા કરે એવો બની રહે એવુ હતુ માટે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા ગ્રાહકો અને વેપારી વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવા સંજોગોને નિવારવા માટે પુરવઠા વિભાગને અપીલ કરવામાં આવી હતી જેના પરિણામે આજરોજ તુવેરદાળની ફાળવણીને 90 ટકા કરવામાં આવી છે.

Advertisement

ફેબ્રુઆરીના અનાજ વિતરણની સાથે ઉપરોક્ત ટકાવારી મુજબ ગ્રાહકોને તુવેરદાળ પણ મળી રહેશે વર્તમાન સમયમાં બજારમાં તુવેરદાળના ખૂબ ઊંચા ભાવ હોય ગરીબ લાભાર્થીને સસ્તા ભાવે તુવેરદાળ મળી રહેશે જે સરકારશ્રીની કુપોષણ સામેની જંગ ને અસરકારક બનાવવામા મદદરૂૂપ થશે.

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની આ માંગમાં તમામ પ્રેસ મીડિયા દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને આ વિષમતા ભરેલી ફાળવણી દૂર થાય એ માટે આપના સમાચાર પત્રએ આપના અખબાર પત્રમા સ્થાન આપીને આ સમસ્યાને વાંચા આપી હતી જેને સફળતા મળી છે માટે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન આપના અખબાર ને પણ અભિનંદન પાઠવે છે આભાર પ્રગટ કરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement