રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટની ખાનગી હોસ્પિટલોની PMJAYમાં 90 કરોડની રકમ લેણી

12:25 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલના બિલોની ચૂકવણી નહીં થતા આર્થિક સમસ્યા નિર્માણ પામી છે. ત્યારે સરકાર દ્વારા રકમનું ચૂકવણુ નહીં કરતા સોમવારથી ખાનગી હોસ્પિટલમાં આયુષમાન કાર્ડ યોજનાની સારવાર ચાર દિવસ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની 76થી વધારે હોસ્પિટલ જોડાશે.

Advertisement

જેમાં રાજકોટની પણ 90 ટકા જેટલી રકમ બાકી છે.આ અંગે રાજકોટના ડોકટરોએ કહયું હતું કે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજકોટની 76થી વધારે હોસ્5િટલમાં આ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છેપરંતુ છેલ્લા બે વર્ષેથી સરકાર દ્વારા યોજના હેઠળ રકમ ચૂકવવામાં આવી નથી. રાજકોટમાં ખાનગી હોસ્પિટલોને રૂ.100 કરોડની વધારેની રકમ સરકાર પાસે લેણી નિકળી રહી છે.

જેમાં અગાઉ રજૂઆત કરતા સરકાર દ્વારા 10 ટકા રકમ જમા કરવામાં આવી હતી પરંતુ હજુ પણ 90 ટકા જેટલી રકમ સરકાર પાસે લેવાની નિકળી રહી છે.વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં 76 હોસ્પિટલના રૂ.100 કરોડની સારવારની રકમ થતી હતી. વારંવાર રજૂઆ કરવા છતા પણ સરકાર દ્વારા આ રકમ ચૂકવવામાં આવી નથી.સારવાર બાદ 15 દિવસમાં પેમેન્ટ હોસ્પિટલને ચૂકવવાની જોગવાઇ છે પરંતુ વિમા કંપની દ્વારા 15 દિવસ બાદ પેમેન્ટ જમા કરે તો તેમાં 0.1 ટકા લેખે દર અઠવાડિયે વ્યાજ ચૂકવણીની જોગવાઇ છે. પરંતુ છેલ્લા બે વર્ષથી સારવારની રકમ નહીં મળતી હોસ્પિટલની આર્થિક મૂંઝવણ વધી છે.

અને કેટલીક હોસ્પિટલોએ તો અગાઉથી જ યોજના અંતર્ગત સારવાર કરવાની બંધ કરી દીધી છે.વધુમાં ડોકટરોએ જણાવ્યું હતું કે આયુષમાન યોજના ખૂબ સારી છે અને તેમાં ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.જેમાં કાર્ડિયાક, ડાયાલિસીસ, ગંભીર ઓપરેશન સહિતની જટીલ પ્રકારની સારવાર કરવામાં આવે છે પરંતુ સરકારના વલણથી હાલ આ સારવાર બંધ થશે તો દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે યોજના સાથે જોડાયેલા ખાનગી હોસ્પિટલના એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કહયું હતું કે આ યોજના 2016થી કાર્યરત કરવામાં આવી છે. જેમાં સારવાર આપ્યા બાદ 15 દિવસમાં રકમ ચૂકવવાના હોય છે પરંતુ ઘણા સમયથી રકમ ચૂકવાઇ નથી જેમાં જુલાઇ 2021થી જુલાઇ 2023 એમ છેલ્લા બે વર્ષમાં અંદાજે 300 કરોડથી વધારેના પેમેન્ટ હજુ ચૂકવવાના બાકી છે. પરંતુ તાકિદે જો આ બિલ નહી ચૂકવાય તો હોસ્5િટલો હવે ગંભીર બિમારીની સારવારના ખર્ચને પહોંચી વળી શકે તેમ નથી.

સર્જરી વખતે દવાઓ, સ્ટાફનો પગાર, અન્ય સાધનોનો ખર્ચ દર માસે ચૂકવવો પડતો હોય રકમ નહીં મળા આર્થિક સ્થિતિ વિકટ બની છે.અંતમાં ડોકટરોએ જણાવ્યું હતું કે રાજકોટની 76 હોસ્પિટલના તબીબો સહિત સૌરાષ્ટ્રના તબીબો દ્વારા તાજેતરમાં રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે બાકીની રકમ ચૂકવવા રજૂઆત કરવામાં આવી હતી. સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડોકટરો પણ સોમવારથી સારવાર બંધ કરવાના એલાનમાં જોડાશે.

Tags :
gujaratgujarat newshospitalPMJAYrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement