રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટ્યૂબવેલ/બોર રિચાર્જ કરવા 90%ની સહાય

04:32 PM Jul 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

10,000 ખાનગી બંધ બોર રિચાર્જ કરવા 150 કરોડની જોગવાઈ કરતી સરકાર

ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવા રૂૂ.150 કરોડની મહત્વ નભૂગર્ભ જળ રીચાર્જથ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે 10,000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/બોર રીચાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ બંધ ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે 90:10ના ધોરણે એટલે કે 90 ટકા ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે જયારે 10 ટકા ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે.

રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલી કુલ 185 નદીઓ પૈકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલી નદીઓ મોટાભાગે ચોમાસા દરમિયાન જ વહેતી જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર આધારિત સિંચાઇ થાય છે. રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ પૈકી આશરે 39 % ભૂગર્ભ જળ છે જેનાથી 57 % જેટલા વિસ્તારમાં સિચાઈ થાય છે. કુલ ભૂગર્ભ જળ પૈકી 80 % ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવે છે.સિંચાઈ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળનું ખેંચાણ રીચાર્જ કરતા વધુ હોવાને કારણે ભૂગર્ભ જળના સ્તર-લેવલ નીચા જઈ રહ્યા છે એટલું જ નહિ પણ ભૂગર્ભ જળનો આવરો પણ ઘટી રહ્યો છે. આ કારણે ટ્યુબવેલની ક્ષમતા ઘટે છે અને ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા માટે વીજ વપરાશ-ખેડૂતોનો નાણાકીય ખર્ચ પણ વધે છે.

પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વરસાદનું પાણી ઉપરના જલભરમાં સંગ્રહ કરી શકાય છે. જમીનમાં અમુક ઊંડાઈ પછી ચીકણી માટીનું પડ આવે છે જેથી વરસાદનું પાણી સહેલાઈથી તેની નીચે ઉતરી શકતું નથી. જો આ ઉંડેના જલભરમાં વરસાદી પાણી/ ભૂતળ જળને ઉતારવું હોય-સંગ્રહ કરવો હોય તો ઠેર ઠેર રિચાર્જ ટ્યુબવેલ બનાવવા પડે. પરંતુ હાલમાં નવા ટ્યુબવેલ બનાવવા ખૂબ જ ખર્ચાળ બની જાય છે. જેના બદલે સિંચાઇના હેતુ માટે ખેડૂતો મારફતે વ્યાપક પ્રમાણમાં બનાવવામાં આવેલા બોર કે જે સમય જતા પાણી સુકાઈ જવાના કારણે બોર બંધ અને બીન ઉપયોગી થયા છે. આવા બંધ પડેલા હાલના તબક્કે બિનઉપયોગી બોરને વરસાદના પાણીથી રીચાર્જ કરવામાં આવે તો સુકાયેલા ભૂગર્ભ જળના તળ પુન:જીવિત થઇ શકે તેમજ સતત ઉંડા જતા ભૂજળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય તેમ,તેમણે ઉમેર્યું હતું.

Tags :
bore rechargegujaratgujarat newstubewell
Advertisement
Next Article
Advertisement