આજી ડેમ ચોકડી પાસે રવિવારી બજારમાંથી 9 વર્ષની બાળા લાપતા
આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારમાં દાદા સાથે પ્લાસ્ટીકની ખાલી બોટલો વિણવા ગયેલી 9 વર્ષની બાળકી લાપતા થતાં આજીડેમ પોલીસમાં ફરીયાદ થઇ છે.મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક પરીવાર સાથે રહેતી 9 વર્ષની બાળકી બે દિવસ પહેલા તેની મોટી બહેન અને દાદા સાથે રવિવારી બજારમાં પાણીની પ્લાસ્ટીકની ખાલી બોટલો વિણવા માટે ગઇ હતી.
દાદા અને મોટી બહેન બોટલો વિણતા હતા ત્યારે 9 વર્ષની બાળકી જુદી પડી ગઇ હતી. બાળકી જોવા ન મળતા તેના દાદા અને મોટીબેને તેની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઇ પતો મળ્યો ન લાગતા બાળકીના દાદાએ આજીડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જયારેે બીજા બનાવમાં પડધરીના યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેમના નાનાભાઇને 15વર્ષની પુત્રી થોરાળા વિસ્તારમાં આવેલા ન્યુવિજયનગર શેરીનં.3માંથી કોઇ શખ્સ લલચાવી ફોસલાવી લઇ જતા થોરાળા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પીએસઆઇ એન.આર.ડોબરીયા તપાસ ચલાવી રહ્યા છે.