વીજ ટ્રાન્સફોર્મર ફાટતા 9 વર્ષનો માસૂમ દાઝયો
લોધિકાના રાવકી ગામની ઘટના: માસુમને સારવાર માટે ખસેડાયો
લોધીકાનાં રાવકી ગામે કારખાનામા મજુરી કામ કરતા પરિવારનો 9 વર્ષનો માસુમ બાળક કારખાનાની બહાર રમતો હતો ત્યારે અચાનક વીજ ટ્રાન્સફોર્મર ફાટતા માસુમ બાળક દાઝી ગયો હતો. માસુમને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાનાં રાવકીમા આવેલા ફોરેન્સ નામનાં કારખાનામા મજુરી કામ કરતા પરિવારનો રૂદ્રલ અમીન મોહમદ ઝાકીર પઠાણ નામનો 9 વર્ષનો માસુમ બાળક બે દિવસ પુર્વે સાંજનાં સમયે કારખાના બહાર રમતો હતો
ત્યારે અકસ્માતે વીજ ટ્રાન્સફોર્મર ફાટતા ધડાકો થયો હતો જેમા માસુમ બાળક ગંભીર રીતે દાઝી જતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા રૂદ્રલ અમીન પઠાણનો પરીવાર મુળ ઉતરપ્રદેશનો વતની છે. માસુમ બાળક ત્રણ ભાઇ ચાર બહેનમા વચ્ચેટ છે પરીવાર કારખાનામા મજુરી કામ કરતો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે લોધીકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.