For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મારુતિનંદનનગરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા

05:12 PM Jul 10, 2024 IST | Bhumika
મારુતિનંદનનગરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા
Advertisement

શહેરના મવડી મેઈન રોડ પર મારૂતિનંદનનગરમાં રહેણાંક મકાનમાં ચાલતાં ઘોડીપાસાના જુગારધામ ઉપર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને રૂા.37,600ની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ.ગજેરા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમીના આધારે મવડી મેઈન રોડ પર મારૂતિનંદનનગરમાં રહેતા અલ્પેશ ઉર્ફે બાબો રમણીકલાલ કોટેચાના રહેણાંક મકાનમાં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા મકાન માલીક અલ્પેશ કોટેચા ઉપરાંત ઈમ્તીયાઝ વલીમહમદ સોરા, મયુર ભરતભાઈ કુકાવા, હાજી ઈસ્માઈલભાઈ જુણેજા, દીપક પોલાભાઈ ચુડાસમા, જાહીદ મહમદભાઈ પારેખ, અમીન જહુરભાઈ શીશાંગીયા, પરેશ રમેશભાઈ ઝાલા અને મહમદ યુનુસ ઈસ્લીયાસભાઈ ચાનીયાને ઝડપી લઈ પટમાંથી રૂા.37,600ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement