For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાહેરમાં પિચકારી મારતા 9 વ્યક્તિને સાત દિવસની મુદતનો મેમો ફટકારાયો

04:25 PM Mar 02, 2024 IST | Bhumika
જાહેરમાં પિચકારી મારતા 9 વ્યક્તિને સાત દિવસની મુદતનો મેમો ફટકારાયો
  • દુકાનદાર રોડ ઉપર કચરો ફેંકતા દંડાયો

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.01-03-2024 ના રોજ 09 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.

Advertisement

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1220 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 470 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, દરમ્યાન તા.01-03-2024 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 12 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ તા. 01-03-2024 ના રોજ વોર્ડ નંબર-1 માં દુકાનદાર દ્વારા કેમેરા મારફત કચરો સળગાવતા ધ્યાને આવેલ હતા જેઓને રૂૂપિયા 250/- દંડ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત રૈયા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે ટ્રેકટર દ્વારા ભરતી નાખતા કેમેરામાં ધ્યાને આવતા માલિકને 7500/- રૂૂપિયા દંડ કરવામાં આવેલ હતો.

ઉપરોકત કામગિરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement