રાજકોટમાં આજે વધુ 9 કેસ, 16 દિવસમાં આંકડો 60ને પાર
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના લોકલ સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તા. 19ના રોજ પ્રથમ કેસ આવ્યા બાદ આવનારા પોઝેટીવ કેસોમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રી જોવા મળતી હતી. પરંતુ હવે લોકલ સંક્રમણ વધતા આજે વધુ 9 પોઝિટીવ કેસ નોંધાતા કોરોનાના કેસનો આંકડો 16 દિવસમાં 61 પર પહોંચી ગયો છે.
રાજકોટ શહેરમાં કોરોનાના આજે વધુ 9 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં. 7 માં રેસકોર્સ નજીક પુરુષ ઉ.વ. 26 તથા રામકૃષ્ણનગરમાં પુરુષ ઉ.વ. 79, વોર્ડ નં. 1 માં રૈયા રોડ મહિલા ઉ.વ.28, વોર્ડ નં. 13 વડલી ચોક પુરુષ ઉ।વ. 28, વોર્ડ નં. 11 મોટા મૌવા પુરુષ ઉ.વ. 52, વોર્ડ નં. 9 રૈયા રોડ પુરુષ ઉ.વ. 28, વોર્ડ નં. 2 શ્રફરોડ પુરુષ ઉ।વ. 19, વોર્ડ નં. 14 ઢેબર રોડ પુરુષ ઉ.વ. 40 અને વોડ નં. 8 અમિન માર્ગ પર પુરુષ ઉ.વ. 57 સહિત નવા 9 કેસ નોંધાયા છે.
તમામ દર્દીઓએ વેક્સિનેશનનો કોર્સ પૂર્ણ કર્યોહોવાનું તેમજ એક પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી તમામ પોઝેટીવ કેસ લોકલ સંક્રમણના લીધે આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.શહેરમાં આજે વધુ નવા 9 કેસ આવતા અત્યાર સુધીનો કોરોનાનો આંકડો 61 ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધી આવેલા દર્દીઓ પૈકી 18 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થતાં તેમને હોમ આઈસોલેટમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જ્યારે હાલ અલગ અળગ વિસ્તારોમાં કુલ 43 દર્દીઓને હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવા તેમજ કોરોનાના લક્ષણ જણાય ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.