For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં મહિન્દ્રાના શો રૂમમાં જુગાર રમતા 9 કર્મચારી ઝડપાયા

11:24 AM Aug 08, 2025 IST | Bhumika
જૂનાગઢમાં મહિન્દ્રાના શો રૂમમાં જુગાર રમતા 9 કર્મચારી ઝડપાયા

જૂનાગઢમાં ભેસાણ ચોકડીએ આવેલ મહિન્દ્રા કંપનીના શોરૂૂમમાં ચાલતી ક્લબ પર પોલીસે દરોડો પાડી શોરૂૂમના 9 કર્મચારીઓને જુગાર રમતા ઝડપી લઇ રોકડ, 9 મોબાઈલ સહિત 65,400નો મુદ્દામાલ કબજે લીધો હતો.

Advertisement

સાબલપુર ભેસાણ ચોકડી, ગ્રીનલેન્ડ હોટલ પાસે આવેલ મહિન્દ્રા કંપનીના શોરૂૂમનો મેનેજર મનીષ શાંતિલાલ વાજા શોરૂૂમ ના સર્વિસ સેન્ટરમાં આવેલ ઉપરના ભાગે રહેલ ગેસ્ટ રૂૂમની અંદર શોરૂૂમના કર્મચારીઓ અને બહારના શખ્સોને બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા બુધવારને મધરાત્રે તાલુકા પોલીસ મથકના મહિલા પીઆઇ એફ. બી. ગગનનીયાએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો.

રાજકોટમાં માધાપર ભોલેનાથ સોસાયટી 2માં રહેતો શોરૂૂમનો મેનેજર મનીષ વાજા તેમજ શોરૂૂમના કર્મચારીઓ ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારનો ધ્વનીલ હિતેન્દ્રભાઈ કારેલીયા, જૂનાગઢના મધુરમની આમ્રપાલી સોસાયટીનો ભરત હીરાભાઈ હુમ્બલ, ઝાંઝરડા રોડ પર આવેલ હરિઓમ નગરનો વિનોદ રામજીભાઈ રામાણી, હરિઓમનગર જીવનધારા સોસાયટીનો તુષાર બાબુભાઈ પરમાર, દીપાંજલી 1 આનંદ નગર 2નો મનીષ રાજુભાઈ વરુ મજેવડી દરવાજા પાસે ગિરનાર એસ્ટેટની પાછળ ભવાની ચોકમાં રહેતો વાસુ રવિભાઈ ચૌહાણ, ઉપલેટાનો રાહુલ બાવનજીભાઈ પરમાર અને વંથલી તાલુકાના આખા ગામનો અક્ષય દેવાભાઈ ડાંગરને રૂૂપિયા 20,400ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા. ખેલીઓ પાસેથી રોકડ ઉપરાંત 9 મોબાઇલ ફોન મળી કુલ રૂૂપિયા 65,400નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement