રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોકરક્ષકની ભરતીમાં રાજકોટના 9 અને વિંછિયાના પાંચ ઉમેદવારો ગેરલાયક જાહેર

04:23 PM Aug 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિને લઈને રાજ્ય સરકાર પર અનેક વખત સવાલો ઉઠ્યા છે. ઘણી પરીક્ષાઓ ગેરરીતિ તેમજ પેપર લીક થવાને કારણે મોકૂફ તેમજ રદ કરવી પડવાની ફરજ પડી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારો સામે યોગ્ય પગલાં લઈને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય કર્યો છે. ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરાવવામાં આવેલ 37માંથી વિંછીયાના જ પાંચ મળી રાજકોટ જિલ્લાના જ 15 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા આજથી ત્રણ વર્ષ પહેલાં એટલે કે 2021માં લોકરક્ષક પરીક્ષા લેવામાં આવી હતી. જો કે પરીક્ષા સમયે જ ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરીક્ષા સમયે જ બે ઉમેદવાર પાસેથી મોબાઈલ તેમજ સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ ઉમેદવારોએ કોલ લેટરમાં ચેડાં કર્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે આ ગેરરીતિ મામલે કડક કાર્યવાહી કરતા કુલ 37 ઉમેદવારોને 3 વર્ષ માટે સરકારી ભરતીઓમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ગેરલાયક ઠેરવાયેલ 37 ઉમેદવારોમાં રાજકોટ શહેરના 9 અને વિંછીયા (જસદણ)ના છ ઉમેદવારો હોવાનું જાણવા મળે છે.

રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર માહિતી આપતા લખ્યું હતું કે પલોકરક્ષક ભરતી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારો ને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે.થ ઉલ્લેખનીય છેકે જે ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમના નામ લોકરક્ષક ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsLokrakshak recruitmentpolice
Advertisement
Next Article
Advertisement