898 પાનના ગલ્લા-684 ચાની લારી-488 મેડિકલમાં ચેકિંગ, 7 સ્થળે ગાંજો મળ્યો
નશાના કાળા કારોબાર ઉપર રોક લગાવવા પોલીસની સજિર્કલ સ્ટ્રાઈક, જાહેરમાં બીડી, સિગરેટ ફૂંકતા 324 ઝડપાયા
વિકાસ જનરલ સ્ટોરમાંથી રૂા. 1.46 લાખની નશાયુકત ગોળીઓ સાથે વેપારીની ધરપકડ
ગુજરાતમાં નશાના કાળા કારોબાર ઉપર રોક લગાવવા પોલીસે હાથ ધરેલી રાજયવ્યાપી ઝુંબેશમાં રાજકોટ શહેરમાં એસઓજી,ક્રાઈમ બ્રાંચ સહીતનની શહેરના તમામ પોલીસ મથકની અલગ અલગ ટીમે મેડીકલ સ્ટોર ઉપરાંત સ્કૂલ, કોલેજ આસપાસ વેચાતા માદક પદાર્થો, તમાકુ, બીડી, સીગરેટ તેમજ મેડિકલ સ્ટોરમાં ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વિના વહેચતા નશીલા સીરપ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખી ચેકીંગ કર્યું હતું. પોલીસે કુલ 898 પાન, બીડીની દુકાનો, 684 ચાની લારી અને 488 મેડીકલ સ્ટોરમાં ચેકીંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન રાજકોટમાં 7 સ્થળેથી ગાંજો તેમજ વિદેશી સિગરેટ મળી આવ્યા હતા. જાહેરમાં બીડી, સીગરેટ પીવા અંગે કુલ 324 કેસ કરી રૂૂા. 64800નો દંડ વસુલ્યો હતો તેમજ આંબેડકર નગરનાં વિકાસ જનરલ સ્ટોર માંથી 1.46 લાખની નશાયુકત ગોળીઓ ઝડપાય હતી . આ અંગે આજી ડેમ, ભક્તિનગર, બી-ડિવીઝન, ગાંધીગ્રામ-2, પ્ર.નગર અને તાલુકા પોલીસ મથકમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
શહેરમાં સ્કુલ, કોલેજો આસપાસ માદક પદાર્થો કે બીડી, સીગરેટ, તમાકુ તેમજ મેડિકલ સ્ટોરમાં ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વિના વહેચતા નશીલા સીરપ અંગે વગેરેના વેચાણ અંગે રાજકોટ પોલીસની અલગ અલગ ટીમોએ ચેકિંગ કરી હતી. જેમાં કાઈમ બ્રાંચ,એસઓજી તેમજ સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો પણ સામેલ થઈ હતી. આ ઝુંબેશ દરમિયાન જાહેરમાં બીડી, સીગરેટ પીવા અંગે પોલીસે કુલ 324 કેસ કરી રૂૂા. 64800નો દંડ વસુલ્યો હતો. એટલું જ નહીં હેલ્થ વોર્નિંગ વગરની વેચાતી સૌગારેટો અને વેપ વગેરે મળી આવતા તે અંગેના ત્રણ કેસો કર્યા હતા કુલ 898 પાન, બીડીની દુકાનો, 684 ચાની લારી વગેરેમાં પોલીસે ચેકીંગ કર્યું હતું.
આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખી કોઈ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપ્શન વગરની અને નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ અંગે ચેકીંગ કર્યું હતું. એકંદરે પોલીસે 488 મેડીકલ સ્ટોરમાં ચેકીંગ કર્યું હતું. જેમાં ભક્તિનગર વિસ્તારમાં આવેલા એક મેડીકલ સ્ટોરમાંથી ફિઝીશ્યન પાસેથી જ મળતી દવાનું વેચાણ મળી આવતાં તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. સરદારનગર, એસ્ટ્રોન ચોક, કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં આવેલા મોટા મેડીકલ સ્ટોરમાં એસઓજીએ ચેકીંગ કરતાં મેડીકલ સ્ટોરના વેપારીઓમાં ઉહાપોહ મચી ગયો હતો.
આ ચેકિંગ દરમિયાન એસઓજીની ટીમે રાજકોટ-ભાવનગર રોડ ઉપર કાળીપાટ ગામ પહેલા કાળીપાટ રીંગરોડ ચોક પાસેથી રૂૂ. 1 લાખની કીમતના 1 કિલો ગાંજાના જથ્થા સાથે કોઠારીયા મેઇન રોડ, ઘનશ્યામનગર ખોડીયાર ફેમેલી શોપ સામે, જીલાની ટ્રેલર રાજકોટ રહેતા રાહીલ અમીનભાઇ મીનપરાની ધરપકડ કરી આ ગાંજો ક્યાંથી લાવ્યો તે મામલે વિશેષ પુછપરછ શરુ કરી છે જયારે ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ એન. એન. પરમાર અને તેમની ટીમે આંબેડકર નગર શેરી નં 14-3 મા આવેલ વિકાસ જનરલ સ્ટોર માથી રૂ. 1.46 લાખની નશાયુકત ગોળીઓ ઝડપી લઇ વેપારી ગોકુલધામમા રહેતા રામજીભગત રાજેશ્ર્વરપ્રસાદ માલી ની ધરપકડ કરી હતી . ઉપરાંત બી-ડીવીઝન પોલીસે ભગવતીપરામાં આશાબા પીરની દરગાહ પાસથી જગદીશ દશરથભાઈ અનેવાડીયાને રૂૂ.1516 ની કિમંતના 15.16 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. ઉપરાંત યુનિવર્સીટી પોલીસે રૈયાધાર ઝાકીરહુસેન સ્કુલ પાસે જયદાદા નામના મકાનમાં ચેકિંગ કરી પ્રવીણ નાનજી વાળાને 4420ની કિમંતના 0.4402 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો.
તેમજ તાલુકા પોલીસે વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ રાજ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની ઓરડી માંથી મૂળ બિહારના શંકરપુરના વતની ધર્મેન્દ્ર યમુનાસિંગ કાળુંપ્રસાદ યાદવને 1679ની કીમતના 167.94 ગ્રામ ગાંજા સાથે પડકી લીધો હતો. પ્ર.નગર પોલીસે નરસંગપરા મદ્રેસા નજીકથી જૂની કલેકટર કચેરી પાસે રહેતા જય સતીષ રામાવતને રૂૂ.6330ની કીમતના 636 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો.
જયારે આજીડેમ પોલીસે માંડા ડુંગર પાસે ભીમરાવનગર શેરી નંબર 17 માં રહેતા મૂળ લોધિકાના વાગુદળના હિતેશ ઉર્ફે બન્ટી સવજીભાઈ બાબરિયાને રૂૂ.605ના 60 ગ્રામ 580 મિલી ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો.તેમજ આજીડેમ પોલીસે કોઠારિયા સોલ્વન્ટ પાસે ગણેશ કોમ્પલેક્ષમાં આવેલ રવીરાંદલ એજન્સીમાં હેલ્થ વોર્નિંગ વગરની વેચાતી રૂૂ.850ની કીમતની 17 બોક્ષ સિગરેટ અને 3000ની કીમતના 600 તમાકુના પાઉચનો જથ્થો કબજે કરી કોઠારિયા રોડ ઉપર ગોપાલ હેરીટેજ સાગરભાઈના મકાનમાં ભાડેથી રહેતા દેવાંગ ગીરીશભાઈ રામાણીની ધરપકડ કરી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ,ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચના અને માર્ગદર્શન હેઠળ તમામ એસીપી અને અલગ અલગ પોલીસ મથકના પી.આઈ અને પીએસઆઈ સહીતની ટીમે કામગીરી કરી હતી.