For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એલઈડી લાઈટવાળા 89 વાહનો ઝપટે ચડ્યા

05:11 PM Nov 13, 2024 IST | Bhumika
એલઈડી લાઈટવાળા 89 વાહનો ઝપટે ચડ્યા
Advertisement

રાજકોટ આરટીઓ કચેરી અને પોલીસ વિભાગ દ્વારા ગોંડલ રોડ, શાપર રોડ, કાલાવાડ રોડ ઉપર અને માલિયાસણ રોડ ઉપર અલગ અલગ દિવસોએ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બંને વિભાગો સંકલનમા રહીને મોટર વાહન કાયદાનો ઉલ્લંઘન કરતા અને કઊઉ લાઈટ લગાવીને ફરતા 89 વાહનો ઉપર કુલ 2,20,500/-ના દંડ ની કાર્યવાહી કરવામા આવેલ હતી. વાહન ચાલકો દ્વારા આરટીઓના નિયમ વિરુદ્ધ સાઉન્ડ, લાઈટ સહિતની વિવિધ એસેસરીઝ વાહનોમાં લગાવતા હોય છે અને સીનસપાટા કરતા હોય જેના કારણે અન્ય વાહન ચાલકો પર જોખમ વધી જતાં હોય છે. ત્યારે આવા વાહન ચાલકો સામે રાજકોટ આરટીઓ અને પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવતી હોય છે. અને વાહન ડિટેઈન સહિત દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હોય છે.

આ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ શહેરના પ્રવેશદ્વાર ગણાતી ચોકડીઓ પર સ્પેશ્યલ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવેલ જેમાં આરટીઓ નિયમ વિરુદ્ધ એલઈડી લાઈટ લગાવેલી હોય તેમજ સાયલેસન લગાવેલા હોય તેવા વાહનો પર તવાઈ બોલાવવામાં આવી હતી. તેમાં ફોરવ્હીલ, ખટારા અને ડમ્પર જેવા વાહનો ઝપટો ચડ્યા હતાં તેની પાસેથી દંડ ઉઘરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને તાકિદે જોખમી લાઈટ અને સાઉન્ડ દૂર કરી અને આરટીઓના નિયમ મુજબની લઈટ ફિટ કરવા માટે વાહન ચાલકોને તાકિદ કરવામાં આવી હતી. આ કામગીરી રાજકોટ વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરીના અધિકારી કેતન ખાપેડના આદેશ અને માર્ગદર્શન હેઠળ આરટીઓ કચેરીના સ્ટાફ દ્વારા પોલીસને સાથે રાખી અને કામગીરી કરવામાં આવતા જોખમી લાઈટ સાથે વાહન ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement