અમદાવાદમાં કાલથી કોંગે્રસનું 86મું રાષ્ટ્રીય અધિવેશન
ખડગે, સોનિયા-રાહુલ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો સહિતના ઉપસ્થિત રહેશે
35 હોટલો, 500 કાર, ચાર વોલ્વો બસ, 500 કાર્યકરો તૈનાત, 14 સ્ટેજ પર પરંપરાગત શૈલીમાં સ્વાગત થશે
64 વર્ષ બાદ ગુજરાતમાં આયોજન, ભાજપને ઘરઆંગણે ઘેરવાનો પ્રયાસ
આવતીકાલથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થશે. આ માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનીયા- રાહુલ સહીતના દિગ્ગજો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસની વિવિધ પાંખના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને સરદાર સાહેબની 150મી જન્મજયંતીનું વર્ષ 2025 છે ત્યારે 64 વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ 1885માં મળ્યું હતું. વર્ષ 1938માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મુળિયા રોપવામાં આવ્યા હતા.
ઐતિહાસિક હરીપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજ (સંપૂર્ણ સ્વતંત્રતા) નો ઠરાવ પાસ કર્યો હતો. તારીખ 8 એપ્રિલે 2025ના રોજ શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક ’સરદાર સ્મારક’માં સવારે 11:30 કલાકે મહત્વની ’કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાનાર છે.
ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (CWC) માં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, ઉપસ્થીત રહેશે. 86-માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે. તા.08- એપ્રિલના રોજ સાંજે 05-કલાકે પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પ્રાર્થના સભામાં હાજર રહેશે. તારીખ 8 એપ્રિલના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સહીત તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. તારીખ 9 એપ્રિલના રોજ ઐતિહાસિક સાબરમતી તટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી 3000થી વધુ ડેલીગેટ ઉપસ્થિતિ રહેશે. સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના પ્રથમ અને સૌથી લાંબા સમયના પ્રમુખ તરીકે રહ્યા હતા જેથી ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય અધિવેશનનું વિશેષ મહત્વનું છે.
દેશભરમાંથી 1,840થી વધુ ડેલિગેટ્સ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. તેમને રહેવા, ભોજન, પરિવહન અને માર્ગદર્શન જેવી દરેક સુવિધા માટે કોંગ્રેસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં 35 જેટલી હોટલોમાં કુલ 1,800થી વધુ રૂૂમ બુક કરવામાં આવ્યા છે. તમામ ડેલિગેટ્સ માટે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પરથી હોટલ સુધી અને ત્યાંથી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા માટે ખાસ વાહન વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.
ડેલિગેટ્સના ટ્રાવેલ માટે 4 અઈ વોલ્વો બસ, 25 મિની બસ અને 500 ખાનગી કાર તૈયાર રાખવામાં આવી છે. ખાસ કરીને CWCના 169 સભ્યો માટે ખાસ અઈ વોલ્વો બસમાં મુસાફરીનું આયોજન કરાયું છે. યુથ કોંગ્રેસ અને ગજઞઈંના કાર્યકરો વોલન્ટિયર તરીકે કાર્ય કરશે. 500 જેટલા કાર્યકરો હોટલો, કાર્યક્રમ સ્થળ અને મુસાફરી દરમિયાન મદદરૂૂપ રહેશે. તેઓ સફેદ ટી-શર્ટમાં ઓળખાય તેમ હાજર રહેશે અને સતત ડેલિગેટ્સ સાથે સંપર્કમાં રહેશે.
ડેલિગેટ્સને યોગ્ય માર્ગદર્શન અને મદદ આપવા માટે અમદાવાદ એરપોર્ટ અને વિવિધ રેલવે સ્ટેશનો પર કુલ 10 હેલ્પ ડેસ્ક સ્થાપિત કરાયા છે. દરેક હેલ્પ ડેસ્ક પર ગજઞઈં અને યુથ કોંગ્રેસના હોદ્દેદાર ઉપસ્થિત રહેશે.તમામ ડેલિગેટ્સનું ગુજરાતની પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધીના માર્ગમાં 14 સ્ટેજ પર જુદા જુદા નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.વિવિધ વિસ્તારોના લોકનૃત્યો, દાંડીયા અને સંગીતમય કાર્યક્રમો દ્વારા ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરાશે. ખાસ કરીને 45 કલાકારો દાંડીયાની થીમ પર એરપોર્ટ પર ડેલિગેટ્સનું ભવ્ય સ્વાગત કરશે.
તા.8ના સવારે 11:00 કલાકે
કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક (સીડબલ્યુસી) - સરદાર સ્મારક, શાહીબાગ
તા.8ના સાંજે 5:00 કલાકે
પ્રાર્થના સભા- સાબરમતી આશ્રમ ખાતે
તા.8ના સાંજે 7:45 કલાકે
સાંસ્કૃતિક કાર્યક્રમ, સાબરમતીના કાંઠે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર
તા.9.ના રાષ્ટ્રીય અધિવેશન-સાબરમતીના કાઠે, અમદાવાદ