પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 86 વેપારીઓને રૂપિયા 24,400નો દંડ
મનપાએ 8.160 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત કરી નોટિસ ફટકારી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 18/07/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 18/07/2024 ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 86 આસામીઓ પાસેથી 8.160 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી 24,400નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 37 આસામીઓ પાસેથી 2.960 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 9,350નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 31 આસામીઓ પાસેથી 3.900 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 8,900નો વહીવટી ચાર્જ વસુલ વામાં આવેલ છે.ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 18 આસામીઓ પાસેથી 1.300 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી 6,150નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિ સિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપર વિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ હતી.