For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમાચણ તેમજ જોડિયામાં દારૂના બે દરોડામાં 83 બોટલ ઝડપાઈ

12:12 PM Aug 03, 2024 IST | admin
તમાચણ તેમજ જોડિયામાં દારૂના બે દરોડામાં 83 બોટલ ઝડપાઈ

30 હજારની મત્તા જપ્ત, બે બૂટલેગરોની ધરપકડ

Advertisement

જામનગર તાલુકાના તમાચણ ગામે તેમજ જોડિયામાં ગઈકાલે પોલીસે દારૂૂ અંગેના જુદા જુદા બે દરોડા પાડયા હતા. જેમાં કુલ ઈંગ્લીશ દારૂૂની 83 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જયારે સપ્લાયરને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગર તાલુકાના તમાચણ ગામે રહેતો જયપાલસિંહ પ્રવીણસિંહ પરમાર નામનો શખ્સ દારૂૂનો ધંધો કરતો હોય અને પોતાની વાડીમાં ઈંગ્લીશ દારૂ સંતાડયો હોય તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે વાડીમાં સંતાડવામાં આવેલ રૂપિયા 30 હજારની કિંમતની 7પ બોટલ ઈંગ્લીશ દારૂૂ મળી આવ્યો હતો. આથી પોલીસે મુદામાલ કબ્જે કરી આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ પરમારની ધરપકડ કરી હતી. જ્યારે દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર નાની લાખાણીના રવિરાજસિંહ બહાદૂરસિંહ જાડેજાને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત જોડિયા ખાતે હાટકેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતો મેહુલપરી દિનેશપરી ગોસાઈ નામના રહેણાં મકાનમાં દારૂૂ સંતાડયો છે, તેવી બાતમીના આધારે પોલીસે દરોડ પાડયો હતો. જયાં મકાનમાંથી રૂૂા. 800ની કિંમતના આઠ ચપલા દારૂૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી મેહુલપરી દિનેશપરી ગોસાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement