For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદ નજીક માટીની આડમાં લવાતી દારૂની 828 બોટલ ઝડપાઇ

12:00 PM Jul 11, 2024 IST | Bhumika
હળવદ નજીક માટીની આડમાં લવાતી દારૂની 828 બોટલ ઝડપાઇ
Advertisement

રાજસ્થાનથી ટ્રક મારફત માટી મોરબી સીરામીકમાં લઈ જવામાં આવતી હોય છે ત્યારે રાજસ્થાનથી ટ્રકમાં માટીની આડ માં લઈ જવાતા દારૂૂના જથ્થાને મોરબી ક્રાઈમ બ્રાન્ચે હળવદ માળિયા ચોકડી નજીક આવેલ ક્રિષ્ના હોટલ બાજુમાં ખુલ્લા પ્લોટમાંથી દારૂૂ ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ટ્રક નંબર RJ 27 GC6977 માં રાજસ્થાનથી દારૂૂ ભરી જઈ રહ્યો હોય તે અરસામાં મોરબી ક્રાઈમ બ્રાન્ચ ને પાકી બાતમી ના આધારે હળવદ માળીયા હાઇવે પર આવેલ ક્રિષ્ના હોટલની બાજુ ખુલ્લા પ્લોટ માં ટ્રક ની અંદર દારૂૂ બિયર નો જથ્થો મળી આવ્યો હતો આરોપી મેહુલ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝરીયા રહે હળવદ વાળા ને પોલીસે ઝડપી લીધો ,સાથે જ ટ્રક ચાલક નાસી છૂટવામાં સફળ થયો હતો ,પંકજ ગોઠી,મારુતિ સુઝુકી GJ01RC 7832 નો કાર ચાલક સહિત ના નાસી છૂટયા હતા પોલીસે તમામ સામે ગુન્હાઓ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી.

પોલીસે 8 ઙખ વ્હીસ્કીની 96 કી.રૂૂ.28,800/- ગ્રીન લેબલ એક્સપર્ટ વ્હીસ્કીની 168 કી.રૂૂ.50,400/- બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની 60 કી.રૂૂ.51,000/- અને કિંગફીશર સુપર સ્ટ્રોગ બીયરના 500 મીલીના ટીન નંગ-504 કુલ કિ.રૂૂ.50,400/- તેમજ (5) ટ્રક ટ્રેઇલરમાં નંબર- RJ-27-GC-6977 કિ.રૂૂ.10,00,000/- તથા સફેદ કલરની મારૂૂતી સુઝુકી અલ્ટો રજી.નં. GJ-01-RC-7832 કી.રૂૂ.1,00,000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કી.રૂૂ.5000/- મળી કુલ કિ.રૂૂ.12,85,600/- નો મુદામાલ કબજે કરાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement