For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુકાનો પાસે ગંદકી કરતા વધુ 80 વેપારીઓને રૂપિયા 19,300નો દંડ

05:16 PM Jan 06, 2025 IST | Bhumika
દુકાનો પાસે ગંદકી કરતા વધુ 80 વેપારીઓને રૂપિયા 19 300નો દંડ

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 03/01/2025 થી 04/01/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 03/01/2025 થી 04/01/2025 એમ કુલ 2 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 80 આસામીઓ પાસેથી 5.9 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા.19300નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 31 આસામીઓ પાસેથી 4.66 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા.8200નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 13 આસામીઓ પાસેથી 0.15 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા.3100નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Advertisement

ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 36 આસામીઓ પાસેથી 1.09 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.8000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્પેા નાકટર/ સેનેટરી સબ ઇન્પે કરકટર દ્રારા કરવામાં આવેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement