રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નવો રેકોર્ડ, એક જ દિવસમાં 80 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉમટ્યા

03:56 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ SOUની મુલાકાતે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 80,000 લોકોએ મુલાકાત કરી છે. શનિ અને રવિવારના દિવસોમાં 1.20 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. હાલ ક્રિસમીસની રજાઓ ચાલી રહી છે. ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને SOU પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે.
આજે સોમવારે પણ તજ્ઞી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. સામાન્ય રીતે સોમવારે મેન્ટેનશ માટે જઘઞ બંધ રાખવામાં આવે છે. પરંતુ નાતાલને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
નાતાલ પર્વ નિમિત્તે આજે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવ્યું છે. કાલે મંગળવારના સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ રજા રહેશે.
ઉલ્લેખનીય છે કે નાતાલની ઉજવણી કરવા માટે ગોવા, દમણ, મુંબઈ જેવા શહેરોમાં જતા હોય છે. પણ આ વર્ષે પ્રવાસીઓએ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા જોવા માટે અને ઇતિહાસની માહિતી મળી રહે તે હેતુથી પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરી છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે.

Advertisement

Tags :
80 thousand tourists flockedgujaratofstatueThetounity
Advertisement
Next Article
Advertisement