ડીસામાં રિવોલ્વરના નાળચે 80 લાખની લૂંટ
આંગડિયા કર્મચારીને આંતરી બે અજાણ્યા શખ્સો રોકડ ભરેલો થેલો લૂંટી ગયા
ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરના નાળચે આંગડિયા પેઢીના હવાલાના રૂૂ.80 લાખની લૂંટ કરવામાં આવી છે. આંગડિયા પેઢીનો કર્મચારી એક્ટિવા પર પૈસા લઈને જતો હતો ત્યારે બે શખસો તેને આંતરીને રિવોલ્વર બતાવી રૂૂપિયા 80 લાખથી વધુ નાણાં લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરમાં જૂની કોર્ટની સામે રાજ ઝેરોક્ષની પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં આવેલી એમ.એચ આંગડિયા પેઢી ધરાવતા ટીનાભાઇ રાજપૂતના ડીસાના સ્મશાન ગૃહ નજીક આવેલા ઘરેથી તેમના ઓફિસના સ્ટફનો માણસ નિકુલ પંચાલ રૂૂપિયા 80 લાખ ઉપરાંતની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યો હતો. ત્યારે વાડી રોડ થઈ લાલ ચાલી વિસ્તારમાંથી નીકળતા બે અજાણ્યા શખ્સોએ તેને આંતરિ બંદૂક બતાવી એક્ટિવામાં આગળ રાખેલો પૈસા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા.
આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા ડીસા શહેર ઉત્તર તેમજ દક્ષિણ પોલીસની ટીમો પણ દોડી આવી હતી.બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા ડીસા દોડી આવ્યા હતા. તેમજ એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ તપાસ કાર્યમાં જોડાઈ હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં આંગડિયા પેઢીના સ્ટાફના માણસ નિકુલ પંચાલ તેમજ હરદીપ ઠાકોરની પણ ઉલટ પુછપરછ હાથ ધરી છે.ડીસા શહેરમાં હવાલાનું કામ કરતા ટીનાભાઇ રાજપૂતના ઘરેથી તેમનો ઓફિસનો માણસ રૂૂપિયા 80 લાખ ઉપરાંતની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યો હતો.
ત્યારે વાડી રોડ થઈ લાલ ચાલી વિસ્તારમાંથી નીકળતા બે અજાણ્યા શખસો તેને આંતરી બંદૂક બતાવી પૈસા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા ડીસા શહેર ઉત્તર તેમજ દક્ષિણ પોલીસની ટીમો પણ દોડી આવી હતી અને લૂંટારાઓને પકડવા કવાયત હાથ ધરી હતી.