લોકસભાની ચૂંટણી પહેલાંની લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં 80 કેસ મુકાયા
- કાલે બપોરે મળનારી બેઠકમાં પુરાવાની તુલના કરી ગુના નોંધાશે
લોકસભાની ચુંટણી ગમે ત્યારે જાહેર થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે ત્યારે કલેકટર પ્રભવ જોશી દ્વારા પેન્ડીંગ અરજીનો ઝડપથી નિકાલ કરવા લાગ્યા છે જેમાં આવતીકાલે મળનારી લેન્ડ ગ્રેબીંગ કમીટીની બેઠકમાં 80 કેસ મુકવામાં આવ્યા છે.
લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા પેન્ડીંગ કામનો ઝડપી નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેવીંગની અરજીઓનો ભરાવો થઇ ગયો હોય જેનો ઝડપી નિકાલ શરૂ કરી દરેક બેઠકમાં 100 થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
લોકસભાની ચુંટણી જાહેર થઇ ગયા બાદ બીજી કામગીરી ઠપ્પ થઇ જશે જેના કારણે કલેકટરે લેન્ડ ગ્રેવીંગની કાલે બેઠક બોલાવી છે. જેમાં 80 અરજી મુકવામાં આવી છી. કાલે બપોર બાદ મળનારી બેઠકમાં લેન્ડ ગ્રેબીંગની અરજીઓના પુરાવાની તુલના કરી જરૂર જણાશે. તેમાં ગુના દાખલ કરવામાં આવશે જયારે અધુરા પુરાવાવાળી અરજીઓ ફાઇલ કરી દેવામાં આવશે.દિવાળી ટાણે કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેવીંગની અરજીઓનો ભરાવો થઇ ગયો હતો. જે કલેકટના ધ્યાન પર આવતા દર મહીને લેન્ડ ગ્રેવીંગ કમીટીની બેઠક બોલાવી અરજીઓનો ઝડપી નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવતીકાલે મળનારી બેઠકમાં છેલ્લી 80 અરજીઓ મુકવામાં આવશે તેમ જાણવા મળેલ છે.