For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પારેવડી ચોકના અક્ષરધામ કોમ્પલેક્સમાં 8 દુકાનો સીલ,

05:48 PM Mar 21, 2024 IST | Bhumika
પારેવડી ચોકના અક્ષરધામ કોમ્પલેક્સમાં 8 દુકાનો સીલ
  • માર્ચ એન્ડિંગ પહેલાં વધુ રૂા. 63.08 લાખની રિકવરી
  • રાજેશ્રી કોમ્પલેક્ષમાં સીલીંગની નોટીસ સામે 8.09 લાખની સ્થળ પર જ રીકવર

31 માર્ચ પહેલા રિકવરીના ટાર્ગેટને પુરા કરવા માટે છેલ્લા દિવસોમાં મનપાએ રિકવરીડ્રાઈવ વધુ તેજ બનાવતા આજે 63.08 લાખની રીકવરી કરી હતી. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારમાં 28 મિલ્કતો સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે 15 મિલ્કતોને ટાંચજપ્તીની નોટીસ પણ ઈસ્યુ કરવામાં આવી હતી. કુવાડવા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયકા પાર્કમાં શેરી નં-1 માં નળ કનેક્શન કપાત. કૂવાડવા રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રિકવરી રૂૂ.25,000 પારેવડી ચોકમાં આવેલ અક્ષર ધામા કોમ્પલેક્ષ શોપ નં-26, 28, 29, 4, 5, 10, 13, 15ને સીલ મારેલ અને શોપ નં-3 ની નોટિસ સામે રિકવરી રૂૂ.46,800 કરવામાં આવી હતી.

Advertisement

મનપા દ્વારા આજે મહીકા માર્ગ પર આવેલ દેવકીનદન સોસાયટી શેરી નં-6 ફળા; 7 શોપ નં-3 ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.52,575, સત કબીર રોડ પર આવેલ જય અબે ઈમીટેશન શોપ નં-1ની નોટીસ સામે રિકવરી રૂૂ.32,167, સત કબીર રોડ પર આવેલ ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષ સેક્ધડ ફ્લોર શોપ નં-214નાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.15,000, સત કબીર રોડ પર આવેલ શિવાલય કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર શોપ નં-307નાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.80,840, ધર્મેન્દ્ર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.51 લાખ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં-11 ની નોટિસ સામે રિકવરી રૂૂ.1.30 લાખ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ 1-યુનિટની નોટિસ સામે રિકવરી રૂૂ.1.10 લાખ, રાજશ્રી કોમ્પ્લેક્ષમાં ની નોટિસ સામે રિકવરી રૂૂ.8.09 લાખ, શાલીમારપ્રહાલાદ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરાતા રિકવરી રૂૂ.1.15 લાખ, કેનાલ રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રિકવરી રૂૂ.1.47 લાખ, ગાંધી વાડ માં આવેલ મુરલીધર કોમ્પલેક્ષ થર્ડ ફ્લોર ઓફિસ નં-303 ને સીલ મારેલ, પેલેસ રોડ પર આવેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ કોમ્પ્લેક્ષ સેક્ધડ ફ્લોર -220 ને સીલ મારેલ, યુની.રોડ પર આવેલ પ્.એમ.એન્ટરપ્રાઇઝ નાં 1-યુનીટની નોટિસ સામે રીકવરી રૂ.85,529ની કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement