For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેસકોર્સ રિંગ રોડને જોડતા 8 રસ્તાઓ આજથી 28 ઓગસ્ટ સુધી નો એન્ટ્રી અને નો પાર્કિંગ

03:27 PM Aug 24, 2024 IST | Bhumika
રેસકોર્સ રિંગ રોડને જોડતા 8 રસ્તાઓ આજથી 28 ઓગસ્ટ સુધી નો એન્ટ્રી અને નો પાર્કિંગ
Advertisement

એસટી બસના આવન જાવન માટે ખાસ વ્યવસ્થા

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Advertisement

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી 28 ઓગસ્ટ સુધી યોજાનાર ધરોહર લોકમેળામાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રભર માંથી મોટા પ્રમાણમાં લોકો મેળો માણવા આવતા હોય ત્યારે ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા રેસકોર્ષ રીંગ રોગ આસપાસના 8 માર્ગો પર નો એન્ટ્રી, નો પાર્કિંગ જાહેરનામું પ્રસીધ્ધ કરવામાં આવ્યુ છે.

તેમજ રાજકોટ શહેરના મધ્યેથી આવન જાવન એસટી બસ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જામનગર અને મોરબી જતી એસટી બસ માધાપર ચોકડીથી ઇન્દિરા સર્કલ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ, એસ્ટ્રોન ચોક, યાગ્નિક રોડ થઈ બસપોર્ટ સુધી અવર જવર કરી શકશે.

જિલ્લા પંચાયત ચોકથી જૂના એન.સી.સી. ચોક સુધી, ટ્રાફિક શાખાથી હેડ ક્વાર્ટર સુધી, આઈ.બી. ઓફ્સિથી રૂૂરલ એસપી બંગલા સુધી, સુરજ-1 એપાર્ટમેન્ટથી મેળાના મુખ્ય ગેઈટ સુધી, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી વાહનોને નો એન્ટ્રી, નો પાર્કિંગ જાહેર કરાયુ છે. તેમજ ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ-ગાંધીગ્રામ તરફ, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી પારસી અગીયારી ચોકથી, જિલ્લા પંચાયત ચોકથી, કિસાનપરા ચોક તરફ, આમ્રપાલી અંડરબ્રિજથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી પારસી અગીયારી ચોક તરફ જઈ શકાશે. તેમજ મેળો પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્સ રિંગરોડ ફરતે પાસધારક વાહનચાલકો 10 કિમીથી વધુ ઝડપે વાહન ચલાવી શકશે નહીં.

મેળામાં આવતા લોકો માટે 17 સ્થળે ફ્રી પાર્કિંગ
મેળામાં આવતા લોકો માટે 17 સ્થળોએ ફ્રી વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં નહેરુ ઉદ્યાન. એરપોર્ટ ફાટક રેલવે પાટા સામે, બાલભવન ગેઇટથી આર્ટ ગેલેરી સુધી, કલેક્ટર કચેરી સામે, કિસાનપરા ચોક, એ.જી. દિવાલ પાસે. કિસાનપરા ચોક સાયકલ શેરિંગવાળી જગ્યા, આયકર વાટિકા સામે ગ્રાઉન્ડમાં. ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ, આયકરભવન પાછળ પ્લોટમાં. જૂની કેન્સર હોસ્પિટ ગ્રાઉન્ડ, કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ, શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ, ચાણક્ય બિલ્ડિંગ ચોક સામે ગ્રાઉન્ડ, એરપોર્ટ ફાટક પાસે ગ્રામીણ વિકાસ બેન્કનું ગ્રાઉન્ડ, ડીએચ કોલેજ ગ્રાઉન્ડ, સરકીટ હાઉસ સામે ગ્રાઉન્ડ, હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે - ફક્ત સરકારી વાહનો માટે વ્યવસ્થા ગોઠવાઈ છે.

ધરોહર લોકમેળામાં પ્રવેશ અને બહાર નીકળવા બે ગેટ
ધરોહર લોકમેળોની સુરક્ષાને લઇ પોલીસ સર્તક છે. મેળામાં લાખો લોકો ઉમટી પડશે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને પોલીસે આગવું આયોજન કર્યું છે.લાખો લોકોની મેદનીને પહોચી વળવા વિવિધ મુદાઓ ઉપર તલસ્પર્શી અભ્યાસ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.મેળામાં બે સ્થળે પ્રવેશ ગેઇટ, બે સ્થળે બહાર નીકળવા ગેઈટ, તેમજ બે સ્થળે ઈમરજન્સી એક્ઝીટ ગેઈટ બનાવવામાં આવ્યા છે તેમજ ગ્રાઉન્ડની ચારેય બાજુ ઈમરજન્સી ગેંગ-વે બનાવવામાં આવ્યો છે જેથી ઝડપથી અડચણ વગર બહાર નીકળી શકાય તેમજ મેળામાં એક પોલીસ કંટ્રોલરૂૂમ કાર્યરત રહેશે જ્યાં બાળકો કે વસ્તુ ગૂમ થયાની ફરિયાદ કરી શકાશે બાળકોના ખિસ્સામાં વાલીઓએ મોબાઈલ નંબરની ચિઠ્ઠી લખીને મુકવા વિનંતી કરવામાં આવી છે જેથી તુરંત વાલીનો સંપર્ક કરી શકાય તેમજ લોક અને નંબર પ્લેટ ફરજીયાત કરવા, કોઇપણ અફવાથી દુર રહેવા અપીલ કરી છે. આગનો બનાવ બને તો મેળાના હોલ્ડીંગ એરિયામાં એકઠું થવું અને સૂચના મળે તે મુજબ પાલન કરવા જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement