દારૂની મહેફિલ માણતા 8 નબીરાઓ ઝડપાયા
રોકડ સહિતનો મુદામાલ જપ્ત, ઘટનાએ શહેરમાં મચાવી ચકચાર
શહેરના ખંભાળિયાનાકા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દારૂૂની મહેફિલ માણતાં આઠ શ્રીમંત નબીરા-વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા આરોપીઓમાં ધવલભાઇ રાજેશભાઇ ફલીયા (35), શોકતભાઇ ઉમરભાઇ સાયચા (37), દર્શનભાઇ દીલીપભાઇ મોદી (35), પંકજભાઇ દિનેશભાઇ મુંજાલ (31), રવીભાઇ નવીનભાઈ ગોરી (30), નીલેશભાઇ રાજમલભા માણેક (41), અનિરૂૂધ્ધસિંહ રતનસિંહ સરવૈયા (49) અને રામભાઇ પરબતભાઇ ઓડેદરા (32)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વેપાર અને ખેતી જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા છે.
પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રમાં દારૂૂ અને અન્ય સાધનો જપ્ત કર્યા છે. આરોપીઓ સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધવલભાઇ રાજેશભાઇ ફલીયા: ઉંમર 35, ધંધો વેપાર, રહે ખંભાળીયા ગેટ કુંભારવાળો ટંકારીયાવાળી ગલી, જામનગર.શોકતભાઇ ઉમરભાઇ સાયચા:ઉંમર 37, ધંધો મજૂરી, રહે બેડીના ઢાળીયા પાસે ચીરાગ ટેલરની સામે, જામનગર.દર્શનભાઇ દીલીપભાઇ મોદી:ઉંમર 35, ધંધો વેપાર, રહે નગર ગેટ પાસે, જામખંભાળીયા તા.જામ ખંભાળીયા, જી. દેવભુમી દ્રારકા. પંકજભાઇ દિનેશભાઇ મુંજાલ: ઉંમર 31, ધંધો મોબાઇલ રીપેરીંગ, રહે નહેરના કાંઠે ન્યુ સ્કુલની પાછળ એપાયર ટાવરની સામે, જામનગર. રવીભાઇ નવીનભાઈ ગોરી:ઉંમર 30, ધંધો વેપાર, રહે દી..પ્લોટ 29- એપાયર ટાવરની સામે, નીલેશભાઇ રાજમલભા માણેક: ઉંમર 41, ધંધો ખેતી, રહે મીઠાપુર ટાટા કેમીકલ ટાઉનશીપ ઓલ્ડ મર્ચંટ કોલોની પાંચ રોડ નં.18, તા.જી. દેવભૂમી દ્રારકા. અનિરૂૂધ્ધ સિંહ રતનસિંહ સરવૈયા : ઉંમર 49, ધંધો પ્રા. નોકરી, રહે જનતા સોસાયટી પાછળ સર્વોદય સોસાયટી મકાન નં.10, જામનગર. રામભાઇ પરબતભાઇ ઓડેદરા ઉંમર 32, ધંધો ખેતી, રહે દિવ્યમ પાર્ક સોસાયટી શેરી નં.1 ખોડીયાર કોલોની, જામનગર.સહીત આરોપીઓ ને પકડી પડ્યા છે.