For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિગારેટ-દારૂનો નશો કરવા અને પ્રેમિકાને ગિફ્ટ આપવા સગીરે ઘરમાં જ 8 લાખનો હાથફેરો કર્યો

03:49 PM Aug 17, 2024 IST | admin
સિગારેટ દારૂનો નશો કરવા અને પ્રેમિકાને ગિફ્ટ આપવા સગીરે ઘરમાં જ 8 લાખનો હાથફેરો કર્યો

તિજોરીમાંથી નાણાં ગુમ થતા માતાએ પોલીસ બોલાવી: દીકરાને મોંઘી બ્રાન્ડનો દારૂ અને સિગારેટ પીવાની આદત પડી ગઇ હોવાનું તપાસમાં ખૂલ્યું

Advertisement

પૂર્વ વિસ્તારમાં રહેતા એક સગીરને સારી બ્રાંડનો દારૂૂ અને સિગારેટ પીવાની આદત પડી જતા ઘરમાંથી પૈસાની ચોરી કરવા લાગ્યો હતો. ચોરી કરેલા પૈસાથી પ્રેમિકાને મોંઘી ગીફ્ટો આપતો હતો. ઘરમાંથી દિકરાએ જ કુલ 8 લાખની ચોરી કરી હોવાની જાણ માતા-પિતાને થતા તેમણે 181 ની મદદ માંગી હતી. અભયમની ટીમે દિકરાનું કાઉન્સેલીંગ કરી તેને ભુલ સમજાવતા દિકરાએ માફી માંગી આવી હરકત ફરી વખત નહીં કરે તેવી બાહેધરી આપી હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં 17 વર્ષીય સગીર તેના માતા-પિતા સાથે રહે છે અને અભ્યાસ કરે છે. પિતા જ્વેલર્સનો શો રૂૂમ ધરાવી વેપાર કરે છે. છેલ્લા એક વર્ષથી ઘરમાંથી પૈસા ઓછા થવા લાગ્યા હતા. એટલુ જ નહીં એક દિવસ ઘરમાં રોકડ રૂૂપિયા 40 હજાર તિજોરીમાં મૂક્યા હતા તે ગાયબ થઈ ગયા હતા. જેથી ઘરમાં ચોરી થઈ હોવાની શંકા જતા માતાએ પોલીસ બોલાવવાની વાત કરી હતી. પરંતુ સગીર પોલીસ બોલાવવા માટેની ના પાડતો હતો. જેથી શંકા જતા તેની પૂછપરછ કરી તો જાણવા મળ્યુ હતુ કે, સગીરે તેના જ ઘરમાંથી રૂૂ.40 હજારની ચોરી કરી હતી. પોતાની પ્રેમિકાને ગિફ્ટ આપવી હોવાથી ચોરી કરી હતી.

Advertisement

એટલુ જ નહીં એક વર્ષમાં સારૂૂ બ્રાંડનો દારૂૂ તથા સિગારેટ પીવા માટે કુલ 8 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતુ. જેથી માતા-પિતાએ સગીરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીર સમજવા તૈયાર ન હતો અને માતા-પિતા સાથે મારઝુડ કરી હતી. જેથી માતાએ અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચી સગીરનું 5 કલાક સુધી કાઉન્સેલીંગ કરી સમાધાન કરાવ્યું હતુ. સગીરે માતા-પિતાની માફી માંગી ફરી વખત આવી હરકત નહીં કરે તેવી બાહેધરી આપી હતી.

થોડા સમય પહેલા સગીરે તેના પિતાના બેડરૂૂમની તિજોરીમાં મૂકેલી કિંમત 1.10 લાખથી વધુની સોનાની કંઠી ચોરી કરી વેચી નાખી હતી અને જે પૈસા મળ્યા હતા તેનાથી પ્રેમિકાને મોંઘી સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ ગીફ્ટમાં આપી હતી. જ્યારે બીજા કિસ્સામાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા દારૂૂના નશાની આદત પડી હતી. પરંતુ તેની પાસે પૈસા ન હોવાથી તે ઘરમાંથી ધીમે ધીમે કરીને કુલ રૂૂ.45 હજારની ચોરી કરીને તે પૈસાનુ દારૂૂ પી લીધુ હતુ. જો કે માતાએ પોલીસ બોલાવવાનું કહેતા સગીરાએ ચોરી કબૂલી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement