રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા 7મા વહાલુડીના વિવાહનું ભવ્ય આયોજન

04:04 PM Jul 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

22 અનાથ દીકરીના માવતર બનવાનું સદ્ભાગ્ય મેળવતી દીકરાનું ઘરની ટીમ : વિવાહના ફોર્મ ભરવાનો થયો પ્રારંભ

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા 2018થી માતાપિતા વિહોણા કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દિકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે.આ વર્ષે પણ સતત સાતમા વર્ષે આ અદકેરું આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. વહાલુડીના વિવાહ-7 ના મુખ્ય યજમાન પદે એસ કોમ્પયુટરના સંચાલક સંજયભાઈ ધમસાણીયા -માધવીબેન ધમસાણીયા પરિવાર જોડાયેલ છે.આગામી ડિસેમ્બરની 29 તારીખે સતત સાતમા વર્ષે વહાલુડીના વિવાહ-7 "દીકરાનું ઘર" દ્વારા અત્યંત ભવ્યાતીભવ્ય છતાં ગરીમાપૂર્ણ રીતે યોજાશે. આ વર્ષે ફરી એક વખત 22 દીકરીઓને જરૂૂરીયાત મુજબનો સમૃદ્ધ કરીયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય એવા આશિર્વાદ સાથે વિદાય અપાશે. સતત સાતમા વર્ષે દીકરાનું ઘરની ટીમને આવી દીકરીઓના માતા-પિતા કે ભાઈ બનવાનું સદભાગ્ય મળ્યું છે જેમાં સમાજના સુખી સંપન્ન દાતાઓનો અનેરો સહયોગ મળતો રહે છે.

આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, અને કિરીટ આદ્રોજાએ જણાવ્યું છે કે "દીકરાનું ઘર" દ્વારા ફરી એકવખત સતત સાતમાં વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનો અવસર ઉભો કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં ખ્યાતીપ્રાપ્ત બન્યા છે. સમાજના તમામ સ્તરેથી વહાલુડીના વિવાહને વ્યાપક સમર્થન મળી રહે છે. 2018 થી શરૂૂ થયેલ આ વિવાહમાં શહેરના અસંખ્ય સુખી સંપન્ન દાતાઓ અને પરિવારો આગળ આવી રહયા છે. જેમાં ભાવેશભાઈ પટેલ પરિવાર, જાણીતા બિલ્ડર ધીરૂૂભાઈ રોકડ પરિવાર, પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર પણ યજમાન પદે અગાવ રહિ ચુકયા છે ચાલુ સાલ સંજયભાઈ ધમસાણીયા પરિવારે આ સેવા યજ્ઞનું બીડું ઝડપ્યું છે.

આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલ જવાનની દીકરી અમારા ઘ્યાને આવશે તો આવી દીકરીના તેમની ઈચ્છા મુજબના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનું સમૃદ્ધ કરીયાવર પણ આપવામાં આવશે. ગુજરાતના કોઈપણ ખૂણે આવા શહીદ થયેલ જવાનની દીકરી ધ્યાને હોય તો અમારા સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે.

વહાલુડીના વિવાહ-7 ની વિશેષ માહિતી આપતા મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો.નિદત બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરૂૂભાઈ રોકડ, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરીયાવર ભેટ રૂૂપે 250 થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે.

દીકરાનું ઘર દ્વારા જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર આ પ્રસંગ ઉજવવામાં આવે છે. "દીકરાનું ઘર" ના કુલ 171 થી વધુ કાર્યકર્તાઓ આ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સાથે ઉમંગથી જોડાયેલા છે. દીકરાનું ઘર દ્વારા અત્યાર સુધીમાં 138 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. આ વર્ષે વધુ 22 દીકરીઓને હોંશે હોંશે પરણાવવામાં આવશે.

આ ઉપરાંત વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરું અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા નિમિત બનશે તેમ સંસ્થાના સુનીલ મહેતા, હરેશભાઈ પરસાણા, કિરીટ પટેલ, અશ્વિનભાઈ પટેલ, દિપકભાઈ જલુ, ગૌરાંગ ઠકકર દ્વારા જણાવવામાં આવ્યું છે.

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમનાં સંસ્થાપક મુકેશ દોશી એ વધુમાં જણાવ્યું છે કે વહાલુડીના વિવાહ પ્રસંગ એ અનાથ દીકરીઓના જીવનમાં રંગ પુરવાનો અવસર છે. વહાલુડીના વિવાહ પ્રસંગ અતી ધામધુમથી ભવ્યથી ભવ્ય રીતે હજારો લોકોની હાજરીમાં ઠાઠમાઠથી ઉજવવામાં આવે છે. એક દિકરીના પિતા જયારે અચાનક દુનિયામાંથી વિદાય લે ત્યારે સમગ્ર કુટુંબમાં અંધારૂૂ છવાઈ જતુ હોય છે ત્યારે આવી દીકરીઓને સમાજની હુંફ મળે, પ્રેમ મળે, લોકોના આર્શીવાદ મળે એવા ભાવથી આ પ્રસંગ કરવામાં આવે છે. આમ પણ એવું કહેવાયુ છે કે એક અશ્વમેઘ યજ્ઞ કરવાથી જેટલુ પુણ્ય નથી મળતુ એનાથી અનેકગણુ પુણ્યનું ભાથુ એક અનાથ દીકરીના જીવનમાં ખુશી લાવવાથી મળે છે.

આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્થાના ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઈ ભાલાલા, પ્રવિણ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ શૈલેષ જાનીએ જણાવ્યું છે. વહાલુડીના વિવાહ 7 નું ફોર્મ વિતરણ તા.22/7/2024 થી તા.29/8/2024 સુધી સાંજના 4.00 થી 7.00 સુધી 305, ગુરૂૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, વિરાણી ચોક, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે.

લગ્નોત્સવને સફળ બનાવવા કોણ કોણ જહેમત ઉઠાવશે

આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, દોલતભાઈ ગદેશા, ગુણુભાઈ ઝાલાડી, પ્રનદ કલ્યાણી, યશવંત જોશી, જિજ્ઞેશ આદ્રોજા, જીતુભાઈ ગાંધી, હરીશભાઈ હરીયાણી, મહેશ જીવરાજાની, પરીમલભાઈ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂૂપારેલીયા, વિપુલભાઇ ભટ, દિનેશભાઇ ગોવાણી, જિજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર.ડી.જાડેજા, ચેતન મહેતા, શૈલેષ દવે, મિહિર ગોંડલિયા, બ્રિજ વૈશ્નવ, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.)વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં દીકરીઓની માતાની તેમજ મોટી બહેનની ભૂમિકામાં સંસ્થાની સક્રિય બહેનો ફાલ્ગુનીબેન કલ્યાણી, નીશાબેન મારૂૂ, ચેતનાબેન પટેલ, વર્ષાબેન આદ્રોજા, કલ્પનાબેન દોશી, કાશ્મીરાબેન દોશી, પ્રીતીબેન વોરા, પ્રીતીબેન તન્ના, શીલ્પાબેન પટેલ, અલ્કાબેન પારેખ, ગીતાબેન એ. પટેલ, મૌસમીબેન કલ્યાણી, અરૂૂણાબેન વેકરીયા, કિરણબેન વડગામા, ગીતાબેન વોરા સહિતની બહેનો લગ્નોત્સવને યાદગાર બનાવવા સક્રિયપણે કામગીરી કરી રહી છે.

વધુ વિગતો માટે લગ્નોત્સવ હેલ્પલાઈનનો સાધો સંપર્ક

વહાલુડીના વિવાહ 7 સંદર્ભે કોઈ માહિતી માટે તથા દીકરીઓને કરીયાવર રૂૂપી ભેટ આપવા ઈચ્છતા દાતાઓ સંસ્થાના મુકેશ દોશી 98250 77725, સુનીલ વોરા 9825217320, નલીન તન્ના 9825765055, અનુપમ દોશી 9428233796 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsVraddashram
Advertisement
Next Article
Advertisement